Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Sabarkantha
 

બે બ્રિટીશ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી ૧૮મીએ જુબાની આપશે

 
Source: Bhaskar News, Himmatnagar   |   Last Updated 12:48 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 
વડવાસા હત્યાકાંડ વીડિયો કોન્ફરન્સ માટે લીંક ન જોડાતા મુદત અપાઈ
સીટના બંને સરકારી વકીલ બદલાતા નવા વકીલો હાજર રહ્યા


વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ફળી નીકળેલા તોફાનો દરમિયાન પ્રાંતિજ નજીક વડવાસા પાસે ત્રણ બ્રિટીશ નાગરિકોની ટોળાએ હત્યા કરી હતી. આ કેસમાં બ્રિટીશ અધિકારીઓને જુબાની આપવા કોર્ટે તા.૩ ફેબ્રુઆરી નિધૉરીત કરી હતી. જોકે વિડીયો કોન્ફરન્સ માટેની લીંક ન જોડાતા કોર્ટે જુબાની આપવા માટે ૧૮ ફેબ્રુઆરી મુદત આપી હતી.

આ ઘટનાનો કેસ હિંમતનગરની વિશેષ અદાલતના ન્યાયાધીશ મીસ ગોપી ગીતા સમક્ષ ચાલી રહ્યો છે. જેમાં ફરિયાદીએ આપેલી અરજી બાદ બે બ્રિટીશ હાઇકમિશનરના અધિકારીઓને જુબાની આપવા કોર્ટે સમન્સ પાઠવ્યા હતા અને આ બંનેએ પણ વિડીયો કોન્ફરન્સથી જુબાની આપવા સંમતિ દર્શાવી હતી.

વિડીયો કોન્ફરન્સથી ગવાહી આપવા માટે કોર્ટ દ્વારા તા.૩ ફેબ્રુઆરીની તારીખ નિર્ધારીત કરીને બંને બ્રિટીશ અધિકારીઓ ઇયાન રીસ્ક અને હાવર્ડ પાર્કીશનને જાણ કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે ત્રણ વાગ્યા પછી જુબાની આપવા તમામ તૈયારી કોર્ટ દ્વારા કરાઇ હતી. પરંતુ ટેકનિકલ કારણોસર લીંક જોડાઇ શકી ન હતી. આ અંગે બચાવ પક્ષના વકીલ રશ્મિકાંતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે લીંક એસ્ટાબ્લીશ ન થવાના કારણે વિડીયો કોન્ફરન્સની કામગીરી થઇ શકે તેમ ન હતી. જેથી કોર્ટ દ્વારા તા.૧૮ ફેબ્રુઆરીની મુદત આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સીટ તરફથી નિમાયેલા ખાસ સરકારી વકીલ અજયભાઇ ચોકસી અને મદદનીશ વકીલ વૈભવ એ. વ્યાસે થોડા દિવસ અગાઉ કૌટુંબીક કારણસર રાજીનામું આપી દીધુ હતું. જેથી હવે આ કેસમાં સ્પે.પબ્લીક પ્રોસિકયુટર તરીકે આર.સી. કોડેકર અને મદદનીશ વકીલ તરીકે એન.કે. દૈયાની નિમણૂંક કરવામાં આવી છે. આ બંને સરકારી વકીલો શુક્રવારની મુદતમાં હાજર રહ્યા હતા.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.