DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana >> Today Big March Of North Gujarat Small Industriali
ઉત્તર ગુજરાતના લઘુ ઉદ્યોગકારોની આજે મહેસાણામાં મહારેલી
Bhaskar News, Mehsana | Sep 24, 2012, 00:17AM IST
જીઆઇડીસી દ્વારા લઘુ ઉદ્યોગકારોને અન્યાય કરવાની અખત્યાર કરવામાં આવતી નીતિની સામે ઉત્તર ગુજરાતના ઉદ્યોગકારો લડાયક બન્યા છે. સીઆઇપી યોજના અંતર્ગત બે વર્ષ અગાઉ કરાયેલા કામોની બાકી લ્હેણાની રકમ ઉપરાંત અસહ્ય પેલન્ટી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના વિરોધમાં ઉદ્યોગકારો સોમવારે પોતાના એકમો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરશે. સાથે મહારેલી યોજી કલેક્ટરને આવેદન પણ આપશે.
ઉત્તર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસો.ના સેક્રેટરી મંગળભાઇ પટેલે જણાવ્યું હતું કે, મોટી કંપનીઓને ધંધો કરવા માટે લાડવો અને લઘુ ઉદ્યોગોને તાળાં મારવાની નીતિ નાના ઉદ્યોગકારો માટે ખતરારૂપ છે. સીઆઇપી સ્કીમમાં બે વર્ષ અગાઉ નિગમે રસ્તા, સ્ટ્રીટલાઇટ તથા વરસાદી પાણીના નિકાલ માટે વિકાસ કામો કરાયા હતા. કોન્ટ્રાક્ટરે કરેલા એ કામોના અમારી શરત મુજબ હિસાબ આપ્યા નથી.
એના બિલ ઉદ્યોગકારોને અપાયા નથી ત્યારે આજે એકાએક પેનલ્ટી, વ્યાજ સાથે પઠાણી ઉઘરાણી કરવામાં આવતાં ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. જેનો વિરોધ કરવા માટે સોમવારે રેલી કાઢી કલેક્ટર સહિતને આવેદન પત્ર આપવામાં આવશે. આ મહારેલીમાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની વિવિધ ૨૨ જીઆઇડીસીના ઉદ્યોગકારો જોડાશે. જો આ બાદ પણ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.
શું હતી સીઆઇપી સ્કીમ
ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ અંતર્ગત જીઆઇડીસી વિસ્તારમાં રસ્તા, વરસાદી ગટર, સ્ટ્રીટલાઇટ સહિત ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસકામ કરાયા હતા. જેમાં ૫૦ ટકા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, ૩૫ ટકા નિગમની ગ્રાન્ટ અને ૧૫ ટકા ફાળો ઉદ્યોગકારોએ કરવાનો હતો.






