મહેસાણાની પાંચ લીમડી સ્થિત સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલયની ધોરણ-૯ની વિદ્યાર્થિની નાયક પ્રાર્થી તુષારભાઈએ વર્ષ ૨૦૧૧ના ખેલમહાકુંભમાં જુડો સ્પર્ધામાં ૪૦ કિ.ગ્રા. વજનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ તથા રાજ્યકક્ષાની સ્પર્ધામાં અમદાવાદમાં યોજાયેલી ફાઈનલમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવેલ છે.
તેણીને રમતગમત મંત્રી ફકીરભાઈ વાઘેલાના હસ્તે ગોલ્ડ મેડલ તથા ઈનામની રકમ એનાયત કરાઇ હતી. તથા શાળાકીય જુડો સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ આવી રાષ્ટ્ર કક્ષાએ ભાગ લીધો છે.