કમલીવાડા સહિત ત્રણ ગામોમાં મહેસુલમંત્રીનો લોકસંપર્ક
પાટણ જિલ્લાની એક દિવસની મુલાકાતે આવેલાં માર્ગમકાન મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલે શુક્રવારે તેમના મતવિસ્તાર પાટણના કમલીવાડા, હાજીપુર અને વામૈયા ગામોની મુલાકાત લઇ લોકસંપર્ક કર્યો હતો. જેમાં તેમણે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પક્ષી ઇમુનો ઉછેર કરવા માટે ખેડૂતોને સલાહ આપી હતી.
કમલીવાડા ગામે લોકસંપર્ક પ્રસંગે મંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઇમુ પક્ષીના ઉછેર તરફ વળવું જોઇએ. મહેસાણા જિલ્લાના વધુ ખેડૂતો ઇમુ પાલન તરફ વળ્યા છે તેમના ફાર્મની મુલાકાત કરીને તેમજ પશુપાલન કચેરીનો સંપર્ક કરીને આ દિશામાં પાટણના ખેડૂતોએ પણ આગળ વધવું જોઇએ તેમણે કહ્યું કે ઇમુના ઇંડા ખૂબજ ઉંચી આવક મેળવી આપે છે તેમજ તેના પીંછા વગેરે ગૃહ સુશોભન ઉપરાંત અન્ય ચીજોની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે.
મંત્રી આનંદીબહેન પટેલે પીંપળ ગમને નરેગા યોજનામાં સૌથી શ્રેષ્ઠ ગામનો એવોર્ડ રાષ્ટ્રકક્ષાએ મળતાં તેમણે બિરદાવ્યા હતા. આ સમયે કલેક્ટર જે.જી.હિંગરાજિયા, એસટી બોર્ડના ડિરેક્ટર કે.સી.પટેલ, જિ પં.પ્રમુખ મોહનભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.