DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ડીંડરેલ બાળાત્કાર કેસઃ છરીની અણીએ રેપ કરનાર ઝબ્બે
Bhaskar News, shidhapur
| Oct 23, 2012, 02:41AM IST

સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે ૧૮ વર્ષની એક યુવતીને છરી બતાવીને ધમકાવી વાડામાં લઇ જઇને બળાત્કાર કર્યાની ફરિયાદના પગલે આરોપીને કાકોશી પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ અંગે યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, ૧૭મી ઓક્ટોબરે રાત્રે ૧૨ કલાકે તેણી આંગણામાં સૂતી હતી તે દરમિયાન જલાજી ઠાકોરે છરી બતાવીને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ઘર, વાડામાં લઇ જઇને ચાર વાર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે તેણીના પરિવારજનો આરોપીને ઠપકો આપવા ગયા હતા પણ તેમને પણ મારમરાયો હતો. જ્યારે પીડિતાના કાકાના દીકરાએ જણાવ્યું હતું કે, આરોપીના પરિવારજનોને કહેવા જતાં આરોપીના પિતાએ તમારી છોકરી કહ્યામાં નથી તેમાં અમારો શો વાંક તેવું કહેતાં અમારે કાકોશી પોલીસમાં ફરિયાદ કરવી પડી છે.
ઘટતી કાર્યવાહી થશે
બળાત્કારની ફરિયાદ કરતાં કોર્ટના આદેશ મુજબ આરોપીને અટક કરીને જેલના હવાલે કર્યો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરાશે તેવું પીએસઆઇ ચાવડાએ જણાવ્યું હતું.





