સમી, રાધનપુર, સાંતલપુરનાં ર૬ગામોમાં જળ, જમીન, જંગલ, જાનવર અને જનસમુદાયના વિકાસ માટે પાંચ પ્રોજેક્ટ મંજૂર
પાટણ જિલ્લાના સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં જળ, જમીન, જંગલ, જાનવર અને જળસમુદાયના વિકાસ માટે સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત ર૬ ગામોની ર૮ હજાર હેકટર જમીનમાં માવજત કરવા પાંચ પ્રોજેક્ટ માટે R ૪૨ કરોડ મંજૂર કરાયા છે. જેની આગામી સાત વર્ષ સુધી આ પ્રોજેક્ટ મારફતે જમીન સંરક્ષણ, જળસંચય, જૂથો ઉત્પાદન પદ્ધતિ અને લઘુ સાહસ સહિતની વિવિધ કામગીરી કરીને આ વિસ્તારને સમૃદ્ધ બનાવવામાં આવશે.
જિલ્લાના સિદ્ધપુર, ચાણસ્મા અને પાટણ તાલુકાની ભૂગર્ભ જળસંપત્તિ કટોકટી ભરી છે. ત્યારે હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પાતાળના પાણી ખારાં છે. જેથી જિલ્લાની ભૂગર્ભ જળસંપત્તિ ચિંતાનો વિષય છે. આ વિસ્તારોમાં જળ, જમીન, જંગલ, જાનવર અને જન સમુદાયનો વિકાસ થાયતે માટે સરકારે સંકલતિ જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અમલી બનાવીને ખાસ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે.
વર્ષ ર૦૧૦-૧૧માં કાર્યક્રમ અંતર્ગત સમી, રાધનપુર, સાંતલપુર તાલુકાના ર૬ ગામોમાં ર૮ હજાર હેકટર જમીનની માવજત માટે પાંચ પ્રોજેક્ટ માટે R ૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરી છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ ર૦૦૯-૧૦માં આ કાર્યક્રમ અંતર્ગત ચાર તાલુકાની ર૯૨૫૦ હેકટર જમીનની માવજત માટે R ૪૨.૮૧ કરોડ મંજૂર થયાહતા. જેમાં પ્રથમ તબક્કે પૂર્ણતાને આરે છે તેવું જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના પ્રોજેક્ટ એમ.કે. પટેલે જણાવ્યું હતું.
ર૮ હજાર હેકટર જમીનની માવજત કરાશે ...
આ પ્રોજેક્ટમાં આગામી સાત વર્ષમાં જમીન સંરક્ષણના કામો જમીન લેવલિંગ, ઓર્ગેનિક ખાતર, આડબંધ, જળસંચયના કામોમાં ચેકડેમો, બોરીબંધ, ખેત તલાવડી, કૂવા રિચાર્જ, વરસાદી ભૂગર્ભ ટાંકા, વનીકરણના કામોમાં બાગાયતી પ્લોટ, રોપા વિતરણ, વનીકરણ તેમજ ગરીબોને આર્થિક સદ્ધર કરવા માટે જૂથો બનાવી ટ્રેનિંગ આપવી, જૂથોને પ્રોજેક્ટ બનાવવા મટીરીયલની વ્યવસ્થા કરવી, તૈયાર થયેલ પ્રોડકટનું વેચાણ માટેની પ્રક્રિયા કરાવવી, જૂથોને રીવોિલ્વંગ ફંડ આપવું, બેન્કો પાસેથી લોન અપાવવી, ત્યારબાદ ઉત્પાદન પદ્ધતિ અને લઘુસાહસોનો વિકાસ કરવા માટે ખેડૂતોને પ્રેરણા પ્રવાસ કરાવવાની પ્રવૃતિ કરાશે. આમ, ર૮ હજાર હેકટર જમીનની માવજત કરાશે
ગામલોકો દ્વારા ગ્રામવિકાસ
દરેક ગામમાં જળસ્ત્રાવ વિકાસ સમિતિની રચના કરવામાં આવશે. ગ્રામ સભાઓ થશે અને આ તમામ કામોના વહીવટ માટે ગ્રાન્ટો સીધી સમિતિને જ અપવામાં આવશે. ગામમાં કેવા કામો કરવા છે તે બાબતે સમિતિ ગામલોકો અને તંત્રના સંકલનમાં રહીને સરકારની ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લઇ શકશે.