મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે સદ્દભાવના ઉપવાસનું સમાપન કર્યું હતું. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સંતો-મહંતોએ પણ જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ મંચ પર મોદીને મળીને શુભેચ્છા પાઠવી હતી, 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાએ તેમના સંબંધોનમાં મોદીના મિશનની અશ્વમેઘ યજ્ઞની સાથે સરખામણી કરી હતી. આ સાથે તેમણે સત્કર્મના નામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા ઉપવાસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ‘જ્યારે સદભાવના થાય છે ત્યારે સત્કર્મ પણ અચૂકપણે થાય છે.’ તેમના આ નિવેદનને પગલે મોદી પણ મલકી ઉઠ્યા હતા.
સદભાવના મિશન અંતર્ગત જી.એમ.ડી.સી. મેદાનમાં જુદાજુદા બે વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં એક ડોમમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પ્રજાજનોને જાણકારી મળી રહે તે માટે આકર્ષક પ્રદર્શન માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.જ્યારે બીજા ડોમમાં રાજ્યની વિકાસગાથાનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
36મા સદ્દભાવના ઉપવાસના અંતે મુખ્યપ્રધાન મોદીએ બનાસકાંઠા જિલ્લા માટે R 17,00 કરોડની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાંથી મોદીને રાહત મળી તેના પગલે મોદીએ સદ્દભાવના ઉપવાસ હાથ ધર્યા હતા. રાજ્યના અલગ-અલગ સ્થળો પર ઉપવાસ કર્યા હતા. જેની સામે કોંગ્રેસ દ્વારા સત્કર્મ ઉપવાસ કર્યા હતા.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.