Advertisement
Home >> Uttar Gujarat >> Latest News >> Banaskantha >> Pagi Of Border, Ranchhodbhai Pagi Die At 112 Year

સરહદના 'પગી'ની 112 વર્ષે ચિર વિદાય, વાવ પંથકમાં શોકની લાગણી

1 of 3 Photos

જીવની પરવા કર્યા વગર રણછોડ ‘પગી’ એ ભારતીય લશ્કરને દારૂગોળો પહોંચાડ્યો હતો
લશ્કરને મદદ કરનારા રણછોડ રબારી પગની છાપ ઓળખવાના નિષ્ણાત હતા
અનેક ગુનેગારો પકડાવવામાં મદદ કરતાં-કરતાં ‘પગી’ તરીકે જાણીતા બન્યા


વર્ષ ૧૯૬પ અને ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમ્યાન લશ્કરની સમયસર મદદ કરીને ૧૦ હજાર સૈનિકોને આકાશના તારા જોઇ છારકોટ પહોંચાડનાર સરહદના રણબંકા રણછોડભાઇ પગીનું ગુરુવારે રાત્રે તેમના વતન વાવ તાલુકાના લીંબાળા ૧૧૨ વર્ષની વયે નિધન થતાં આખા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. રણછોડભાઇ સવાભાઇ રબારીનો જન્મ પાકિસ્તાનના ઘરપારકર જિલ્લાના ગઢડો પીઠાપરમાં થયો હતો. બનાસકાંઠા પોલીસે તેમને સુઇગામ પોલીસના પગી તરીકે નીમણુંક આપી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે ઇ.સ.૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વિદ્યાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધું હતું. દરમિયાન ભારતીય સૈન્યના ૧૦૦ જેટલા જવાનો શહીદ થઇ ગયા હતા. જેથી ભારતીય સૈન્યની બીજી ટૂકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવું હતું. ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય લશ્કરની મદદે આવ્યા હતા અને લશ્કરના કાફલાને સમયસર પહોંચાડ્યો હતો. છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાક. ઉપર હૂમલો કર્યો હતો. રણમાર્ગથી પરિચિત રણછોડભાઇ સવાભાઇ રબારી ‘પગી’ એ યુદ્ધ સમયે વિદ્યાકોટમાં છૂપાયેલા પાક. ના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતના લશ્કરને પહોંચાડી હતી. જેથી સૈન્યએ કાર્યવાહી કરીને વિજય પ્રા કર્યો હતો. તેમને લશ્કરને કરેલી આ મદદે એક સાચા દેશભક્ત તરીકેની છાપ ઉપસાવી હતી.

 એજ રીતે ૧૯૭૧ ના યુદ્ધમાં ‘પગી’ બોરીયાબેટથી ઊંટ ઉપર પાક.માં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિ‌તી ભારતીય સૈન્યને પહોંચાડી હતી. જેથી ભારતીય સૈન્યએ કૂચ કરી હતી. આ સમયે કરાયેલા હૂમલામાં બોમ્બમારો ચાલુ હતો. ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો. જેથી ભારતીય સૈન્યની પ૦ કિ.મી. નજીકની છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો.

બીજી તરફ ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા. જો કે, સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડતા તેઓને પણ ઇજા થઇ હતી. તેમની આ સેવાની કદર માટે રાષ્ટ્રપતિ મેડલ સહિ‌ત અનેક ચંદ્રકોથી સન્માન કરવામાં આવ્યું હતું. બન્ને યુદ્ધ દરમિયાન તેમની સરાહનીય સેવાથી પરિચયમાં આવેલા ભારતીય લશ્કરના જનરલ માણેકશા સાથે અતૂટ મિત્રતા બંધાઇ હતી અને તેમની મહેમાનગતિ પણ માણી આવ્યા હતા. (વધુ સ્ટોરી તેમજ ફોટોગ્રાફ્સ માટે આગળ ક્લિક કરો...)


Your Opinion
 
 
Code:
2 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment