ઉત્તર ગુજરાતના પાટણમાં હિટ એન્ડ રનના કિસ્સામાં એકનું મૃત્યુ થયું છે. જીપચાલકે એક્ટિવા સવારને હડફેટે લીધો હતો. બનાવને કારણે આ વિસ્તારમાં બેફામ ગતિએ દોડનારી શટલ જીપો સામે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.
મળતા અહેવાલ અનુસાર પાટણમાં સવાર થઇ રહેલા એક્ટિવા ચાલકને એક જીપવાળાએ ટક્કર મારી હતી. બનાવમાં એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કરીને ભાગવા જનારા જીપચાલકે પણ જીપ પરથી કાબુ ગુમાવી બેસતા જીપ પાસેના તળાવમાં ખાબકી હતી.
બનાવ વખતે જીપમાં અનેક મુસાફરો પણ સવાર હતા. જીપ સાથે તળાવમાં ખાબકેલા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.