Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana
 

મહેસાણા જિલ્લા પંચાયત ભવનનું ચોથીએ નામકરણ

 
Source: Bhaskar News, Mehsana   |   Last Updated 4:17 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
જિલ્લાની ગ્રામ પંચાયતોનું સંચાલન કરતી જિલ્લા પંચાયતને આગામી બે દિવસમાં નવું નામ અપાશે. આગામી ૪થી સપ્ટેમ્બરના રોજ જિ.પંચાયત ખાતે નામાંકરણ સમારોહ યોજાશે જેમાં લોખંડી પુરૂષ સરદાર પટેલ તથા પં.દિન દયાળના નામ જિલ્લા પંચાયત સાથે જોડવામાં આવશે.

ભાજપ શાસિત જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં ઠરાવ કરી જિલ્લા પંચાયત ભવન સાથે દેશના બે મહાનુભાવોના નામ જોડવા નિર્ણય લેવાયો હતો. રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી નરોત્તમભાઇ પટેલ, શહેરી મંત્રી નિતિનભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાકેશ શંકર સહિત અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આગામી ૪થી સપ્ટેમ્બરે જિલ્લા પંચાયત ખાતે નામાંકરણ સમારોહનું આયોજન કરાયું છે.

જેમાં જિલ્લા પંચાયત ભવનને દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલનું નામ અપાશે જ્યારે પંચાયત દ્વારા નવિનર્મિત કોમ્યુનિટી હોલને પંડિત દિન દયાળનું નામ અપાશે.

ઉપરાંત પંચાયત ભવનની પાછળના ભાગમાં વિકસાવેલા વીરાંજલી વનને સદ્ગત પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ભરત રાવલના નામ સાથે જોડાશે. આ વીરાંજલી વનને ‘ભરત વન’ નામ આપવામાં આવશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.