Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ઉત્તર ગુજરાત યુનિ. કારોબારી ચૂંટણીમાં મુકાબલો જામ્યો

 
 
 
Source: Bhaskar News, Patan   |   Last Updated 12:40 AM [IST](11/02/2012)
 
|  
 
 
1 of 1 Photos
ઉત્તર ગુજરાત યુનિ. કારોબારી ચૂંટણીમાં મુકાબલો જામ્યો
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


પાટણના શૈલષ પટેલ અને મહેસાણાના દિલીપભાઇ ચૌધરીનો વિજય : વર્તમાન મેમ્બર ફરીથી ચૂંટાયા : રાજ્યના ઉચ અધિકારીઓએ મતદાન કર્યું : કોર્ટના ૮૧ સદસ્ય મતદાર પૈકી ૭૭ મતદારે મતદાન કર્યું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બે કારોબારી સભ્યોની બહુ ગાજેલી અને વિવાદાગ્રસ્ત સંજોગોમાં સપડાયેલી ચૂંટણી શુક્રવારે યોજાઇ હતી. જેમાં રાજકીય પ્રભુત્વની કવાયત પણ જોવા મળી હતી. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સહિત ૭૭ સદસ્યોએ મતદાન કર્યું હતું. જો કે, ચૂંટણી બાદ સહુની ધારણા મુજબ શૈલેષ પટેલ (પાટણ) અને દિલીપ ચૌધરી (મહેસાણા) ચૂંટાઇ આવ્યા હતા.

યુનિવર્સિટીના ગાંધીસ્મૃતિ હોલમાં શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે કોર્ટની ખાસ સભા શરૂ થઇ હતી અને ૧૨-૪૫થી ૨-૪૫ દરમિયાન ચૂંટણી અધિકારી રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ.પટેલ, ચૂંટણી નિરીક્ષક અધિકારી ડૉ.બી.એ. પ્રજાપતિ અને ડૉ. પી.જે.પટેલની નિશ્રામાં મતદાન યોજાયું હતું. જેમાં કોર્ટના ૮૧ સદસ્ય મતદાર પૈકી ૭૭ મતદારે મતદાન કર્યું હતું. મતદાન બાદ ભારે ઉત્સુત્કતા વચ્ચે અમદાવાદના સ્ટેટેસ્ટીક તજજ્ઞ પ્રો.એ.બી. ગજજર અને પાટણ યુનિ.ના ગણિત વિભાગના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રભાઇ પ્રજાપતિએ મત ગણતરી હાથ ધરી હતી. જેમાં પાટણના શૈલેશભાઇ મોહનભાઇ પટેલે સૌથી વધુ ૩૧ મત અનેમહેસાણાના દિલીપભાઇ જેઠાભાઇ ચૌધરી ૩૦ મત મળ્યા હતા.

જ્યારે પાટણના મનોજ પટેલને ૧૦ મત અને વિસનગરના દશરથભાઇ પટેલને છ મત મળ્યા હતા. આમ સૌથી વધુ મત મેળવતાં શૈલેષભાઇ પટેલ અને દિલીપભાઇ ચૌધરીને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. સંકુલમાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને તેમના વિજયને વધાવ્યો હતો. સેનેટ ડૉ. કિરીટ પટેલ સહિત સમર્થકોએ વિજયના વધામણા કર્યા હતા અને પેડાં વહેંચાયા હતા.

રાજ્યપાલ અને કુલપતિ મતદાનથી અળગા રહ્યા

યુનિવર્સિટી કોર્ટની મતદારયાદીમાં ૮૧ સદસ્ય નોંધાયેલા હતા. રાજ્યપાલ અને કુલપતિને મતદાનનો અધિકાર છે. પણ અગાઉની જેમ તેઓ મતદાનથી અળગા રહ્યા હતા. એક સદસ્ય વિદેશમાં હોઇ મતદાન કરી શક્યા નહોતા. જ્યારે એક સદસ્ય ડૉ. જે.એચ.પંચોલી બે સેકશનમાંથી મેમ્બરશીપ ધરાવે છે પરંતુ તેમને એક સેકશનમાંથી મતદાનનો અધિકાર છે અને તે પ્રમાણે મતદાન કર્યું હતું. એટલે બાકી રહેતાં કોર્ટના તમામ ૭૭ સદસ્યોએ કારોબારીમાં સદસ્યતા માટેની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. એટલે ચૂંટણીમાં મતદાન ૧૦૦ ટકા માની શકાય તેમ ચૂંટણી નિરીક્ષક સૂત્રોએ જણાવ્યું હતું.

ચૂંટણી મતદાનમાં કોણે ધ્યાન ખેંચ્યું

ગુજરાત લેજિસ્લેટીવ એસેમ્બલિમાંથી યુનિવર્સિટી કોર્ટમાં સદસ્યતા ધરાવતાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, હિંમતનગરના અશ્વિન કોટવાલ, ગાંધીનગરથી પૂર્વ કુલપતિ ડૉ. કે.કે. શાહ, ઉચ્ચ શિક્ષણના ડાયરેકટર આર.યુ.પુરોહિત, હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસના ડાયરેકટર બી.કે.પટેલ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર.વરસાણી, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડાયરેકટર તેમજ ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેકટર પણ યુનિવર્સિટી કોર્ટમાં સદસ્ય મતદાર તરીકે ઉપસ્થિત રહી હતી અને મતદાન કર્યું હતું.

ઉપેન્દ્રભાઇ ત્રિવેદીને ડિ-લીટની પદવી અર્પણ કરાશે

યુનિવર્સિટીની કોર્ટ સભામાં ગુજરાતી ફિલ્મ કલાકાર અને ઉત્તર ગુજરાતના વતની ઉપેન્દ્રભાઇ ત્રિવેદીને ડીલીટ (ડૉકટર ઓફ લિટરેચર)ની પદવી આપવાનો સવૉનુમતે નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, યુનિવર્સિટી પ્રથમવાર કોઇને ડીલીટની પદવી એનાયત કરશે. જે આગામી ર૭મીએ પદવીદાન સમારોહમાં ઉપેન્દ્રભાઇ ત્રિવેદીને મળશે.
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.