કડીમાં પંડિત દિનદયાળજીની ૪૪મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ : શહેરી વિકાસ મંત્રીએ ધનસંગ્રહ કાર્યક્રમમાં રૂ.૧૧ લાખનો ફાળો આપ્યો : એક કલાકમાં ૫૫ લાખનો ફાળો એકત્ર થયો
જનસંઘથી સંઘર્ષ કરી ભાજપે કાર્યકરોના સહકારથી કોંગ્રેસ પક્ષને મહાત કર્યો છે. ભાજપ કાર્યકરોનો છે જ્યારે કોંગ્રેસ એક પરિવારથી સિમિત છે. તેમાં કોઈ વ્યક્તિ કે કાર્યકરોને મહત્વ અપાતું નથી. કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યો છે. તેમ રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ કડી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની ૪૪મી પુણ્યતિથિ નિમિત્તેના શ્રદ્ધાસુમન કાર્યક્રમમાં જણાવ્યું હતું.
અત્રે મંત્રી નીતિનભાઈ પટેલે પંડિત દિનદયાળજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં તેમના જીવનકાળની આછેરી ઝલક આપી હતી. આ પ્રસંગે ભાજપના ‘ધનસંગ્રહ’ કાર્યક્રમ અંતર્ગત મંત્રી નીતિનભાઈ પટેલ ૧૧ લાખના ફાળાની રકમનો ચેક પક્ષના હોદ્દેદારોને આપ્યો હતો. ત્યાર બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય કાર્યકરો, હોદ્દેદારોએ મળી એક કલાકમાં રૂ.૫૫ લાખનો ફાળો એકત્રિત કરાયો હતો.