Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Patan
 

પાટણ પાસે નવી ઔદ્યોગિક વસાહત ઊભી થશે

 
Source: Bhaskar News, Patan   |   Last Updated 2:08 AM [IST](23/03/2011)
 
 
 
 
 
નોરતા-વાંટાની સૂચિત જગ્યાના સર્વે બાદ હવે ૫૪ હેકટર સરકારી પડતર જમીન માટે કલેક્ટરને દરખાસ્ત કરાશે

પાટણ, બાલિસણા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસ નિગમને કરાયેલી રજૂઆત બાદ કાર્યવાહી


જિલ્લા મથક પાટણથી ઊંઝા તરફના સ્ટેટ હાઇવે પર નોરતા વાંટા ખાતે નવીન ઔદ્યોગિક વસાહત (જીઆઇડીસી) બનાવવા માટે કવાયત હાથ ધરાઇ છે. આ માટે ગુજરાત ઔદ્યોગિક નિગમમાં રજૂઆત પણ કરાઇ છે. પાટણ, બાલિસણા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદ્દેદારોની રજૂઆતના પગલે સૂચિત જગ્યાની મહેસાણા વિભાગીય કચેરી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી છે અને હવે જમીન ફાળવણી માટે દરખાસ્ત કરવાના ચક્રો ગતિમાન થયા છે.

પાટણ શહેરમાં ૩૫ વર્ષ પહેલાં ૧૯૭૪માં સરકારી પડતર ખરાબાની છ હેકટર જમીનમાં એક નાનું લઘુઉદ્યોગ (જીઆઇડીસી) એસ્ટેટ બન્યું હતું. ત્યાર બાદ શહેર જિલ્લાનું વડુ મથક બન્યું છે અને શહેરમાં આજુબાજુ વિસ્તારના કેટલાક લોકો ધંધાથેg વસવાટ શરૂ કર્યો છે. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસનો પુષ્કળ પાક ખેડૂતો વેચાણ માટે આવે છે. જે કપાસ ૩૦ થી ૩૫ કિ.મી. કે તેથી દૂરના જિનિંગ ઉદ્યોગકારો ખરીદીને પ્રોસેસ કરવા લઇ જાય છે.

પ્રવર્તમાન સ્થિતિએ પંથકમાં ઉદ્યોગની ભૂખ વધી છે અને પાટણ આજુબાજુ કોઇ મોટું ઔદ્યોગિક વસાહત નથી જેથી ઔદ્યોગિકતા વિશે ગુંગળામણ છે. આ બાબતે પાટણ અને બાલિસણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદ્દેદારોએ પાટણ આજુબાજુ જિનિંગ ઉદ્યોગ સ્થાપવા તેમજ નવું ઔદ્યોગિક વસાહત સ્થાપવા ગાંધીનગર જીઆઇડીસીના વહીવટી સંચાલક અને રાજ્યના ઉદ્યોગ મંત્રી સમક્ષ ગત ડિસેમ્બરમાં રજૂઆત કરાઇ હતી. જેમાં જમીન મળતી હોય તો જીઆઇડીસીની તૈયારી દર્શાવાઇ હતી.

પાટણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા ૧૭ ડિસેમ્બરે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના વહીવટી સંચાલક સમક્ષ જીઆઇડીસી ઔદ્યોગિક વસાહતની સ્થાપના માટે નોરતા વાટામાં સરકારી પડતર (ગોચર) આશરે પ૪ હેકટર જગ્યા મેળવવા રજૂઆત કરી છે. જેમાં ઔદ્યોગિક વસાહત માટે પંચાયત નિયમો મુજબ કલેક્ટરને પરત સોંપવા ઠરાવ કરવા તૈયારી દર્શાવી હોવાનું જણાવ્યું હતું. આ રજૂઆતને પગલે મહેસાણા જીઆઇડીસી વિભાગીય પ્રબંધક કચેરી સર્વેયર દ્વારા સ્થળ મુલાકાત લઇને જાન્યુઆરીમાં સર્વે પણ કરાયો હતો.

જિનિંગ ઉદ્યોગ માટે વિપુલ અવકાશ

નવી જીઆઇડીસી અંગે સર્વે થઇ ગયા છે હવે કલેક્ટર પાસે જમીન માટે દરખાસ્ત કરવાની બાકી છે. નવું જીઆઇડીસી એસ્ટેટ બને તો કોટન ઇન્ડસ્ટ્રીઝની પુષ્કળ તકો છે અને વિવિધ ઉદ્યોગોના ર૦થી રપ યુનિટ શરૂ થઇ શકે તેમ છે.’’
ગોરધનભાઇ પટેલ, મહામંત્રી, પાટણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન

પાટણમાં મોટા ઉદ્યોગો માટે જગ્યા અનુકૂળ નથી ત્યારે નજીકના છ કિ.મી.ના અંતરે ઔદ્યોગિક વસાહત થાય તો વિકાસને વેગ મળશે. કપાસ પુષ્કળ થાય છે ત્યારે જિનિંગને અવકાશ છે.’’
દ્વારકાદાસ પટેલ, પ્રમુખ, પાટણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.