મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં રવિવારે અંતિમ સદ્દભાવના ઉપવાસનું સમાપન કર્યું હતું. 36મા અંતિમ ઉપવાસનું સમાપન કરતા તેમણે ગુજરાતની વિકાસની શક્તિ અને સદભાવનાના સત્યને સ્વીકારવા ગુજરાત વિરોધીઓ, જુલ્મો કરનારાઓને પડકાર ફેક્યો હતો. વિરાટ માનવમેદનની ઉપસ્થિતિમાં મોદીએ વધુમાં જણાવ્યું હતું કે એક નવા વિકાસનું વિશ્વ ગુજરાત ઉભું કરશે.