ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે અંતિમ સદ્દભાવના ઉપવાસ કર્યા હતા. આ તકે તેમણે કોંગ્રેસીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસીઓ સત્તા માટે રાજકારણ કરી રહ્યાં છે. જ્યારે અમે વિકાસનું રાજકારણ કરી રહ્યાં છીએ.
મોદીએ કહ્યું હતું કે, "મને કોંગ્રેસીઓ માટે સદ્દભાવના છે. તેમણે ડિક્ષનેરીમાં લખી ન શકાય તેવી અને ડીક્ષનેરીમાં ન હોય તેવી ગાળો પણ મને ભાંડી છે. છતાં મારા મનમાં તેમના માટે સદ્દભાવના છે. એ બહાને હું તેમની હતાશાને કાઢવામાં મદદ કરું છુ. અમે તમારી ખુશી માટે કામ કરીએ છીએ જ્યારે તેઓ પોતાની ખુરશી માટે કામ કરે છે. તે અમારી અને તેમની વચ્ચે ફેર છે. જો હું ન હોત તો હતાશ કોંગ્રેસીઓ ઘરે જઈને તેમની પત્ની પર ગુસ્સો કાઢતા હોત અને તેમને ઝૂડતા હોત. એ પણ મારી તેમના પ્રત્યેની સદ્દભાવના છે. "
મોદીએ આરોપ મુક્યો હતો કે, સદ્દભાવના ઉપવાસથી મુઠ્ઠીભર તત્વોના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ ચોવીસ કલાકની અંદર મેદાન પર આવશે અને ગુજરાત તથા ગુજરાતીઓને બદનામ કરવાની કામગીરી હાથ ધરશે. તેમણે પત્રકારોને અપીલ કરી હતી કે, તેઓ કોંગ્રેસના નિવેદનો પૂરેપૂરા છાપે અને ચેનલવાળા તેના નિવદેનના પૂરેપૂરા પ્રસારિત કરે. ગુજરાતીઓ શાણા છે, તેઓ કોંગ્રેસને ઓળખીને તેમને જવાબ આપી દેશે.
તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.