Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Patan
 

પાટણના રસ્તા પર ખડકાયાં જીવતા બોંબ

 
Source: Bhaskar News, Patan   |   Last Updated 1:51 AM [IST](11/02/2012)
 
 
 
 
 
રાંધણગેસના જોખમી પોઇન્ટો બન્યા ખતરાની નિશાની
ખેમ પ્લાઝા સામે, છીંડિયા અને જલારામ ચોકમાં વીજ થાંભલા નજીક જ પોઇન્ટ ખતરનાક સાબિત થઇ શકે છે
લોકોની અવરજવરના રસ્તા પર ગેસના બાટલાની જોખમી વ્યવસ્થા


પાટણ શહેરમાં ઘરેલુ ગેસના બાટલા ગોડાઉનમાંથી એજન્સીઓ દ્વારા ટ્રેકટર કે ટેમ્પો મારફતે રહેણાંક રસ્તાના નજીક ખૂલ્લી જગ્યાના વિવિધ પોઇન્ટ ખડકાવવામાં આવતાં હોય છે અને ત્યાંથી આજુબાજુના વિસ્તારમાં વિતરણ કરવાની વ્યવસ્થા કરાયેલી છે. પરંતુ ગેસના કેટલાક પોઇન્ટ સલામતીની દરકાર ન લેવાતાં જોખમરૂપ બની રહ્યાં છે. વીજલાઇનની ડીપી નજીક પણ ગેસ જોખમી પોઇન્ટ ધમધમી રહ્યાં છે. જ્યાં સલામતીના પ્રાથમિક પગલા રૂપે પાણી, રેતી, બકેટ જેવી વ્યવસ્થા પણ અભાવ વર્તાઇ રહ્યો છે.

શહેરમાં વસતી અને વિસ્તાર વધ્યો તેમ સુલભતાથી ઘર આંગણે ઘરેલુ ગેસનો બાટલો મળી રહે તે માટેના પોઇન્ટો પણ વધી રહ્યાં છે. આવા ગેસ વિતરણ વ્યવસ્થાના પોઇન્ટો પર ક્યારેક કલાકો સુધી ગેસના બાટલા પડી રહેતાં હોય છે. એજન્સીનો ડિલિવરી બોય કે કામદાર પોઇન્ટ સંભાવના હોય છે. આવા પોઇન્ટ પરથી રીક્ષા કે સાઇકલ મારફતે ગેસ બાટલાની નિયત વિસ્તારમાં ડિલિવરી કરવામાં આવતી હોય છે. મહોલ્લા-પોળ કે સોસાયટીઓના ગ્રાહકોને સરળતાથી ગેસ બાટલા વિતરણ થઇ શકે તે માટે આવી વ્યવસ્થા કરાતી હોય છે. પરંતુ ગીચ વિસ્તારની ખૂલ્લી જગ્યા કે જાહેર રસ્તાની સાઇડમાં ગેસ બાટલાના ધમધમતા પોઇન્ટોમાં સલામતીની દરકાર લેવામાં તંત્ર ઉદાસીન રહેવા પામ્યું છે.

કેટલાક પોઇન્ટની સ્થળ મુલાકાત લેતાં સલામતીનો અભાવ નજરે પડ્યો હતો. ખેમ પ્લાઝા સામે બસ સ્ટેશન તરફના વળાંકના રસ્તે એક સાઇડમાં ઘરેલુ ગેસના બાટલાના જથ્થો ખડકાયો હતો. નજીકમાં એક પાનના ગલ્લો અને વીજ લાઇનની ડીપી આવેલી છે. ગેસ ભરેલા બાટલાના જથ્થા નજીક ગલ્લા પર બીડી-સિગારેટના ધુમાડા પણ થતાં હોય છે.

વીજલાઇનની ડીપી કે વીજ થાંભલા નજીક આવા ગેસના બાટલાના ત્રણ પોઇન્ટ ક્યારેક જોખમરૂપ બની શકે તેવી ભીતિ સેવાઇ રહી છે. જલારામ ચોકમાં નવીન મ્યુનિસપિલ માર્કેટના કોર્નરમાં રસ્તા નજીક આવેલ ગેસ બાટલાનો પોઇન્ટ પણ વીજલાઇનની ડીપી આગળ જ છે. જોકે, ઘણોખરો સમય પોઇન્ટ પર ગેસ ભરેલા બાટલા ક્યાંક પડી પણ રહેતાં હોય છે. આવી જ કંઇક સ્થિતિ છીંડીયા દરવાજા નજીક ભૂગર્ભ ગટર પિમ્પંગ સ્ટેશન નજીક વીજ થાંભલા આગળ ગોઠવાતાં ગેસ બાટલાની છે. આ ત્રણેય પોઇન્ટ જાહેર રસ્તાની સાઇડની ખૂલ્લી જગ્યાના છે. શહેરના અન્ય કેટલાક વિસ્તારમાં પણ આવા પોઇન્ટો મારફતે ગેસ બાટલાનું વિતરણ કરવામાં આવતું હોય છે. જ્યાં જવલનશિલ વસ્તુ માટે જાળવવાની સલામતીની વ્યવસ્થા પણ હોતી નથી. ત્યારે ગેસ બાટલાના આવા પોઇન્ટો ભવિષ્યમાં જોખમરૂપ બની શકે છે.

એક સ્થળે ૧૦૦ કિલોથી વધુ ગેસ હોય ત્યાં એક્સપ્લોઝિવ લાઇસન્સ જરૂરી

એક્સપ્લોઝીવ લાયસન્સના નિયમો મુજબ એક જગ્યાએ ૧૦૦ કિલોથી વધારે ગેસ હોય તો એક્સપ્લોઝીવ (જ્વલનશીલ) લાયસન્સ લેવું પડે છે. એક બાટલામાં ૧૪ કિલો ગેસ આવે એટલે સાત બાટલા એક સ્થળે એકત્ર થાય તો એક્સપ્લોઝીવ લાયસન્સ લેવું પડે તેવું પુરવઠા કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

સરળતા માટે પોઇન્ટ જરૂરી પણ સલામતીનું શું?

ગોડાઉનમાંથી બાટલા વાહન મારફતે પોઇન્ટ પર ઉતારે અને ત્યાંથી નાના વાહનમાં મહોલ્લા-પોળ કે સોસાયટીમાં વિતરણ કરાતાં હોય છે અને ખાલી બાટલા પરત પોઇન્ટ પર આવતાં હોય છે એટલે ગોડાઉનથી સીધા ઘર સુધી બાટલા પહોંચાડવાનું મેનેજમેન્ટ મુશ્કેલીજનક છે. પરંતુ આવા પોઇન્ટ પર આગ જેવી હોનારતને પહોંચી વળવા પાણી, રેતી, બકેટ જેવી સામાન્ય પ્રાથમિક વ્યવસ્થા પણ રાખવી જોઇએ તેવો લોકમત પ્રવર્તી રહ્યો છે.

સરકારી જીઆરમાં પોઇન્ટનો ઉલ્લેખ નથી

પાટણ જિલ્લા પુરવઠા કચેરીના આર.કે. પટેલે જણાવ્યું હતું કે, ગેસ વિતરણના લાયસન્સ, જીઆર કે કોઇ પરીપત્રમાં પોઇન્ટ રાખવા અંગેનો કોઇ ઉલ્લેખ નથી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.