કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત સર્વાંગી વિકાસ માટે R ૪.૪૪ કરોડ ફાળવાયા
ભાસ્કર ન્યૂઝ પાટણપાટણ જિલ્લાના સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકામાં શિક્ષણ, વીજળીકરણ, પાણી પુરવઠા, રસ્તા, ભૂમિ અને જળસંરક્ષણ, પ્રવાસન, ખેતી અને પશુપાલન તેમજ સામાજિક વિકાસના વિવિધ કામો પાછળ ચાલુ વર્ષે R ૪.૪૪ કરોડ ખર્ચાશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સરહદી વિસ્તારના વિકાસ માટે આ રકમ મંજૂર કરાઇ છે.
ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો પછાત સાંતલપુર તાલુકો વિકસીત બને આ વિસ્તારના લોકોને પાયાની શિક્ષણ, પાણી પુરવઠા, પ્રવાસન, રસ્તા, વીજળીકરણ સહિતની વિવિધ સુવિધાઓ મળતી થાય અને પંથકનો વિકાસ થાય તે માટે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારના ગૃહ મંત્રાલયે R ૪.૪૪ કરોડ મંજૂર કર્યા છે.
આ વિસ્તારમાં સામાજિક વિકાસ કરવા માટે ૧૧ ગામોમાં કોમ્યુનિટી હોલ બનશે. ૧૬.૫૦ લાખના ખર્ચે ત્રણ મોડલ આંગણવાડી બનશે. જેમાં એલસીડી, ડીવીડી પ્લેયર, ડ્રોઇંગરૂમ, ઉભંુ રસોડંુ, સ્ટોરરૂમ, છાજલી, કબાટ, પાણીની ટાંકી, અગ્નિશામક સાધનો સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે R ૧.૨૭ કરોડના ખર્ચે વિકાસ થશે જેમાં પાંચ પ્રાથમિક શાળામાં લાયબ્રેરી, રીડિંગરૂમ, એક પ્રાથમિક શાળામાં પાંચ કલાસરૂમ બનશે. જ્યારે ૧૦ પ્રા. શાળામાં મોડલ સ્કૂલ બાલા એક્ટીવીટી ઉભી કરાશે. સાંતલપુરમાં મોડલ ડે સ્કૂલ બનાવાશે. જ્યારે ઝઝામ ગામે શિક્ષકોને રહેવા માટે ૧૨ કવાર્ટસ બંધાશે.
ખેતીક્ષેત્રે ૧૪.૭૫ લાખના ખર્ચે પીપરાળા, રોઝુ, મઢુત્રા અને ઝઝામ ગામમાં ચાર આડબંધ બંધાશે. આરોગ્યક્ષેત્રે ૧૦ લાખના ખર્ચે પીપરાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબસ્ટેશન, કર્મચારીઓને રહેવા માટે કવાટર્સ, પ્રવાસન ક્ષેત્રે R ૨.૫૦ લાખના ખર્ચે સિધાડા ગામે એક રેસ્ટરૂમ અને પક્ષીદર્શનના બે સ્થળ બનાવાશે. ભૂમિ અને જળ સંરક્ષણ ક્ષેત્રે રપ લાખના ખર્ચે ફાંગલી, ઝઝામ, પરમાં એક-એક અને વૌવામાં બે સીમ તળાવો બનાવાશે. મઢુત્રાથી રોઝુ ગામ સુધી સવા પાંચ કિલોમીટરનો ૯૦ લાખના ખર્ચે રસ્તો બનશે. જ્યારે ર૫.૩૬ લાખના ખર્ચે ગ્રામીણ વિસ્તારમાં સોલાર લાઇટ અને વીજળીકરણના કામો કરાશે. પાણી પુરવઠા ક્ષેત્રે ૭૧.૯પ લાખના ખર્ચે જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીને પીવા માટે હવાડા, પાણીની પાઇપલાઇનો, સમ્પ અને પિમ્પંગ મશીનરીનાં કામો થશે.
ક્ષેત્ર મુજબ ફાળવણી...
કામ----------------મંજૂર થયેલી રકમ, શિક્ષણક્ષેત્રે-------------૧.૨૭ કરોડ, વીજળીકરણ------------૨૫.૩૬ લાખ, પાણી પુરવઠા----------૭૧.૯૫ લાખ,ભૂમિ અને જળસંરક્ષણ------૨૫ લાખ, પ્રવાસન ક્ષેત્રે ----------૨.૫૦ લાખ, આરોગ્યક્ષેત્રે------------૧૦ લાખ, ખેતી-પશુપાલન--------૧૪.૭૫ લાખ, સામાજિક વિકાસ---------૭૬.૫૦ લાખ, રસ્તા---------------- ૯૦ લાખ
બે કરોડના કામને વહીવટી મંજૂરી...
સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત R ૪.૪૪ કરોડ ભારત સરકારના ગૃહમંત્રાલયે મંજૂર કર્યા છે. જેમાં બે કરોડના કામોને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.’’જે.આર.પટેલ, જિલ્લા આયોજન અધિકારી