Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Banaskantha
 

પાલનપુરમાં R ૧.૮૭ કરોડના ખર્ચે માર્ગોનું નવીનીકરણ

 
Source: Bhaskar News, Palanpur   |   Last Updated 4:44 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
પાલનપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઇપલાઇન નાંખવામાં આવી હતી. જેના ખોદકામથી મોટાભાગના જાહેર માર્ગો બિસ્માર થઇ ગયા હતા. જે રસ્તાઓનું નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાશે. જેનું સોમવારે ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

પાલનપુર નગરપાલિકા પ્રમુખ અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઇપલાઇનનું કામ પૂર્ણ થઇ ગયું છે. જેના ખોદકામ દરમિયાન જાહેર માર્ગોને નુકસાન થતાં રહીશો દ્વારા અનેક ફરિયાદો મળી હતી. જેનો હવે ટૂંક સમયમાં સુખદ ઉકેલ આવશે. જેમાં શહેરી વિકાસ યોજના તળે અંદાજિત R ૨,૨૫,૯૭,૫૮૦ ના દસ કામો માટે ભાવો મંગાવવામાં આવ્યા હતા.

જેમાં કોન્ટ્રાક્ટરના R ૧,૮૭,૫૬,૬૦૯.૪૦ (૧૬.૯૯ ટકા) નીચા ભાવ મંજુર કરવા સૈદ્ધાંતિક મંજુરી આપવા માટે ભલામણ કરાઇ છે. જે અંતર્ગત R ૧.૮૭ કરોડના ખર્ચે જુદાજુદા વિસ્તારના માર્ગને નવા બનાવવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સોમવારે અમીરગઢથી ગઠામણ દરવાજા વચ્ચેના માર્ગને નવો બનાવવા માટે ધારાસભ્ય ગોવિંદભાઇ પ્રજાપતિના હસ્તે ખાતમૂર્હૂત કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. કે.એસ. મોગરા, ચીફ ઓફિસર કેતન વાનાણી, ઓ.એસ. ચંદ્રકાન્તભાઇ જોષી, પરેશભાઇ પઢિયાર, રાજેન્દ્રરભાઇ ડાભી, પ્રવિણભાઇ પરમાર, ઇબ્રાહીમભાઇ ચૌહાણ, આરીફભાઇ ચૌહાણ, આશાબેન રાવલ, હેતલબેન રાવલ, શકુંતલાબેન રાવલ, કમળાબેન ઠાકોર સહિત સભ્યો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.