Divya Bhaskar
UTTAR GUJARAT
Home » Uttar Gujarat » Latest News » Patan » Historical Capital Of Gujarat Patan 1267th Foundat

ઐતિહાસિક રાજધાની પાટણનો ૧૨૬૭મો સ્થાપના દિન

Bhaskar News, Patan | Feb 14, 2012, 00:11AM IST
ઐતિહાસિક રાજધાની પાટણનો ૧૨૬૭મો સ્થાપના દિન
આજે નગરનો ૧૨૬૭મો જન્મ દિવસ : પાટણવાસીઓમાં ઉમંગ
પાટણમાં ઉજવણીનો થનગનાટ : બપોરે શોભાયાત્રા, સાંજે આતશબાજી, રાત્રે ડાયરો યોજાશે
બિનરાજકીય ધોરણે પ્રસંગે ઉજવવા ભવ્ય આયોજન


ઐતિહાસિક પાટણ નગરી આજે મંગળવારે તેનો ૧૨૬૭મો સ્થાપના દિવસ ઉજવશે. નગરસેવા સદન સહિત અન્ય સંસ્થાઓ, સંગઠનોના સહયોગથી સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા, આતશબાજી અને લોકડાયરો જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરના રાજપૂત છાત્રાલયમાં પણ ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ રાજવીઓ પણ ઉપસ્થિત રહેશે. સાંજે બગવાડા ચોકમાં ક્ષત્રિયોના શૌર્યપ્રેરક નૃત્યો નિહાળવા મળશે.

પાટણની સ્થાપના વીરવિક્રમ સંવત ૮૦૨માં વનરાજ ચાવડાએ કરી હતી અને તેના મિત્ર અણહિલ ભરવાડના નામથી અણહિલપુર પાટણ નામ આપ્યું હતું. ગુજરાતની રાજધાની એવા પાટણ રાજ્યની ગાદી પર સિદ્ધરાજ જયસિંહ જેવા અનેક સામથ્ર્યવાન રાજવીઓ થઇ ગયા, જેમણે દેશ-પરદેશની ભૂમિ સુધી પાટણની આણ વર્તાવી હતી. આ નગરમાં કેટલાક વર્ષોથી શરૂ થયેલી સ્થાપના દિનની ઉજવણી કરવાની પરંપરા ચાલુ સાલે પણ જળવાઇ રહી છે.

મંગળવારે નગરસેવા સદન, પાટણ હેરિટેઝ, કન્ઝર્વેશન સોસાયટી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, જૈન જાગૃતિ સેન્ટર, વેપારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે બપોરે ૧-૩૦ કલાકે પાલિકા કચેરીથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં સૌથી મોખરે નિશાન ડંકો, પાંચ ઘોડેસવાર હશે. બે બગીમાં નગરના પ્રથમ નાગરિક અને નગરશેઠ બિરાજમાન થશે. બીજી બે બગીમાં રાજવીઓ બિરાજશે.

૫૦ જેટલા બાઇકો પર રાજપૂત યુવાનો તલવાર-સાફા સાથે જોડાશે. બ્રહ્માકુમારી, જલારામ મંદિર, ગાયત્રી મંદિર જેવી ધાર્મિક સંસ્થાના અને શાળાઓના ટેબલો ઉપરાંત ત્રણ બેન્ડ પણ જોડાશે. યાત્રામાં પાલિકાના સદ્સ્યો, અગ્રણીઓ, મહાનુભાવો તેમજ નગરજનો વગેરે જોડાશે. દરમિયાન સોમવારે પાલિકા કચેરી ખાતે મળેલી બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમાં પાલિકા પ્રમુખ મનોજ ઝવેરી, પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, કોર્પોરેટરો તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

બગવાડા ચોકમાં સ્થાપના દિન કાર્યક્રમ

શોભાયાત્રા પાલિકાથી નીકળી મુખ્ય બજારમાંથી પસાર થઇ બગવાડા ચોકે પહોંચશે. જ્યાં સ્થાપના દિન કાર્યક્રમ યોજાશે તેમજ રાજપૂત કુમાર-કન્યાઓ તલવાર રાસ જેવા કાર્યક્રમ રજૂ કરશે. સાંજે ૮-૦૦ વાગે આતશબાજી કરાશે. જ્યારે રાત્રે નવ વાગે સ્વ.મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ અને સાથી કલાકારોનો ડાયરો યોજાશે.

૧૨ કિલોની કેક કાપવામાં આવશે

સિદ્ધરાજ જયસિંહ યુથ ફાઉન્ડેશન અને ઉ.ગુ.યુવા રાજપૂત સમાજ દ્વારા બગવાડા ચોક ખાતે બપોરે ૨-૩૦ કલાકે ૧૨ કિલો ૬૭ ગ્રામની કેક કાપવામાં આવનાર છે તેવું પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 6

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment