Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

‘ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે ગૌરક્ષા માટે કાયદો બનાવ્યો છે’

 
 
 
Source: Bhaskar News, Dhanera   |   Last Updated 12:19 AM [IST](06/11/2011)
 
|  
 
 
1 of 3 Photos
‘ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે ગૌરક્ષા માટે કાયદો બનાવ્યો છે’
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7

 

રાજસ્થાનના કેશુઆ ગામે ભારતીય ગૌ કલ્યાણ મહોત્સવમાં હજારો લોકો ઉમટી રહ્યા છે

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના પથમેડા ગૌ તીર્થ ધામ તરીકે જાણીતું છે અને તેના દ્વારા રેવદર તાલુકામાં નંદવન બનાવેલ છે. જેમાં કથાકાર રમેશભાઇ ઓઝા (ભાઇજી) દ્વારા હજારો લોકો કથાનું સ્મરણ કરી રહ્યા છે અને આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ પહોંચી ગયા હતા અને ત્યાં લોકોને દેખીને ભાવ વિભોર બની ગયા હતા.

ગુજરાતના કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી) પથમેડા ગૌશાળામાં પોતાની અમૃતવાણીનો લાભ લોકોને આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ આ લહાવો લેવા માટે નંદગામ કેશુઆ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં હજારો લોકોને જોઇને આનંદ વિભોર બન્યા હતા. આ પ્રસંગે તેઓએ લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગૌ રક્ષાએ સૌથી મોટી રક્ષા છે. આજે જ્યાં દેખો ત્યાં ગાયોની કતલ થાય છે. જેથી ગુજરાતમાં અમોએ સૌપ્રથમ ગૌ રક્ષાનો કાયદો અમલી બનાવ્યો છે.

જ્યારે ગુજરાતમાં ગૌ હત્યા કરનારાઓને પાસા લગાવવામાં આવે છે તેમજ ગુજરાત સરકારે દુનિયામાં પ્રથમ હરતી ફરતી માંસની ચકાસણીની લેબોરેટરી ઉભી કરી છે અને જો ગૌ માંસ જણાય તો તેને તાત્કાલીક જેલના હવાલે કરવામાં આવે છે અને લોકોને નરેન્દ્ર મોદીએ ખાસ જણાવ્યું હતું કે, જો લોકો પોતાના ઘેર એક-એક ગાય પાળે તો આ ગૌ વંશ ક્યારેય કતલખાને નહી જાય.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે ગુજરાતના અગ્રણી રાજકીય નેતાઓ અને એમ.એસ.અગ્રવાલ પણ ત્યાં ખાસ સેવાઓ આપી રહ્યા છે.
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.