Advertisement
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana >> Girl Kidnaping In Mehsana

સગીરા મહેસાણા ગઇ ખરીદી કરવા અને થઇ ગયું અપહરણ

Bhaskar News, Mehsana | Apr 24, 2012, 01:11AM IST
 
 

સગીરાને ગામનો જ યુવાન ભગાડી ગયો હોવાનું બહાર આવતાં ફરિયાદ

બહેનપણી સાથે મહેસાણામાં ખરીદી અર્થે આવેલી પુનાસણ ગામની સગીરાનું તેના જ ગામનો યુવાન બાઇક પર અપહરણ કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં ગામમાં ચકચાર મચી ગઇ છે.પુનાસણ ગામના ખેડૂત શનિવારે સવારે તેમની પત્ની સાથે ખેતરે ગયા હતા. જ્યારે તેમની ધો.૮માં અભ્યાસ કરતી પુત્રી અર્પણા (નામ બદલેલ છે)તેની બહેનપણી સાથે મહેસાણા બજારમાં ખરીદી અર્થે આવી હતી. ત્યારે તેની બહેનપણી અહીં ફુવારા નજીક એક કલાક બાદ મળવાનો વાયદો કરીને તેના કામે નીકળી હતી. જ્યારે તે પરત ફરી ત્યારે અર્પણાને અહીં ન જોતાં થોડીવાર રાહ જોઇ પુનાસણ તેના ઘરે પરત ફરી હતી.

જ્યારે બીજીબાજુ ખેતરેથી પરત ફરેલા અર્પણાના પિતાએ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરેલી પુત્રીની શોધખોળ કરી હતી અને તેની બહેનપણીની પૂછપરછ કરી હતી. જે સમયે ગામના એક વ્યક્તિએ તેમની પાસે આવીને તેમની પુત્રીને ગામના મેહુલભાઇ રાસંગભાઇ ચૌધરી સાથે જીજે ૨એએસ ૮૬૦૮ નંબરના બાઇક પર જતાં જોઇ હોવાનું કહેતાં તેઓ ચોંકી ગયા હતા. અનેક જગ્યાએ શોધખોળ કરવા છતાં કોઇ ભાળ નહીં મળતાં આખરે પોતાની સગીર પુત્રીનું મેહુલ ચૌધરી અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ ગુમ થયેલી સગીરાના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 3

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment