ગુજરાતના મુખયપ્રધાને સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગમાં સદ્દભાવના ઉપવાસની જાહેરાત કરી હતી. તેમણે અમદાવાદમાં ત્રણ દિવસના સદ્દભાવના ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતભરમાં ફરી વળ્યા હતા અને કુલ 26 જિલ્લામાં 36 સદ્દભાવના ઉપવાસ કર્યા હતા. કેટલાકના મતે આ રીતે મુખ્યપ્રધાન મોદીએ લોકોની નસને પારખવાનું કામ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સત્કર્મ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, કોંગ્રેસના કોઈ કેન્દ્રીય નેતા આ અભિયાનમાં જોડાયા ન હતા. બીજી બાજુ, મોદીના સદ્દભાવના ઉપવાસ દરમિયાન અનેક કેન્દ્રીય નેતાઓ, અભિનેતાઓ અને બીજા પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. મોદીના અભિયાનમાં હાજરી આપનારા પ્રમુખ લોકો આ પ્રમાણે છે.
જ્યારે કોંગ્રેસના નેતાઓમાં મુખ્યત્વે શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ સામેલ થયા હતા. ઉપરાંત સ્થાનિક થયેલા સત્કર્મ અભિયાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો પણ સામેલ થયા હતા. જો કે, કોંગ્રેસના કોઈ કેન્દ્રીય કે દિગ્ગજ નેતા તેમાં સામેલ થયા ન હતા.