Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana
 

પાટણ જિલ્લામાં ચાર વર્ષમાં એક લાખથી વધુ જળ પક્ષીઓનો વધારો

 
Source: Bhaskar News, Patan   |   Last Updated 12:43 AM [IST](12/02/2012)
 
 
 
 
 
વન વિભાગ દ્વારા પક્ષીઓની ગણતરી પૂર્ણ : જુદીજુદી જાતના અંદાજિત ૧૬૨૨૦૨ જેટલા પક્ષીઓ મળી આવ્યા : ૩૪૨ જેટલા વિદેશી પક્ષીઓ હતા

તાજેતરમાં પાટણ જિલ્લામાં વનવિભાગે પાણીના પક્ષીઓની ગણતરી હાથ ધરી હતી. પક્ષી ગણતરી દરમિયાન જુદીજુદી જાતના અંદાજિત ૧૬૨૨૦૨ જેટલા પક્ષીઓ મળી આવ્યા હતા. જેમાં ૩૪૨ જેટલા વિદેશી પક્ષીઓ હતા. વર્ષમાં ર૦૦૮માં થયેલી પક્ષી ગણતરીમાં અંદાજે ૬૦૨૧૧ જેટલા પક્ષીઓ મળ્યા હતા. એટલે કે ત્રણથી ચાર વર્ષમાં જિલ્લા ૧૦૧૯૯૧ જેટલા પાણીના પક્ષીઓમાં વધારો થયો છે. મહત્તમ પક્ષીઓ સરહદી રણ અને પછાત વિસ્તારમાંથી મળ્યા છે.

જિલ્લાના તળાવો, ચેકડેમો, આડબંધો સહિત પાણી સંગ્રહિત થતાં સ્થળો પર વન વિભાગ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પક્ષીવિદ્દોની મદદથી પાણીના પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ જાતોના ૧૬૨૨૦૨ જેટલા પક્ષીઓ મળી આવ્યા હતા. જેમાં સૌથી વધુ સાંતલપુર તાલુકામાં ૬૪ જાતના ૧૩૫૪૦૧ પક્ષીઓ મળ્યા હતા. ત્યારબાદ સમી તાલુકામાંથી ૭૧ જાતના ર૧૨૧૧ પક્ષીઓ મળ્યા હતા. ત્યારે જિલ્લામાંથી ૩૪૨ પાણીના વિદેશી પક્ષીઓ પણ મળી આવ્યાં હતા.

ત્રણથી ચાર વર્ષમાં ૧૦૧૯૯૧ પક્ષીઓનો વધારો

વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં છેલ્લે વર્ષ ૨૦૦૮માં પાણીના પક્ષીઓની ગણતરી થઇ હતી. જેમાં ૬૦૨૧૧ જેટલા પક્ષીઓ મળી આવ્યા હતા. જ્યારે તાજેતરમાં થયેલ ગણતરીમાં ૧૬૨૨૦૨ જેટલા પક્ષીઓ મળી આવ્યાં છે એટલે ૧૦૧૯૯૧ જેટલા પક્ષીઓનો વધારો થયો છે. સાંતલપુર અને સમી તાલુકામાં મહત્તમ પક્ષીઓ છે. જ્યારે પાટણ, સિદ્ધપુર, હારિજ જેવા માનવ વસતી, વ્યવહારોથી ધમધમતા વિકસીત તાલુકાઓમાં પક્ષીઓની વસતી ખૂબ જ નહીંવત જણાઇ છે.

પક્ષી ગણતરી દરમિયાન જોવા મળેલી વિવિધ જાતો

પક્ષી ગણતરી વખતે પક્ષીવિદ્દોને વિવિધ જાતોના પક્ષીઓ જોવા મળતાં હતા. જેમાં નાનીડૂબકી, નાનો બગલો, મોટો ધોળો બગલો, શર્પગ્રીલ, કાનો કાજીયો, મોટો કાજીયો, કબૂત બગલો, કાણી બગલી, રાત બગલો, ફાટીચાંચઢોક, પીળોચાયઢોક, કાળોઢોક, સફેદ કાકણસાર,કાળી કાકણસાર, ગાજહંસ, સીંગપર, નાનીપુરધાબી, ટીલીયારીબતક, પીયાસણ, ચેતવા, ગયણો, ટીટોળી, રાખોડી કારસીયા, ભગતડુ, નીલજલમુરઘો, ખલીલી, ગજપાઉ, કેચીપુંછવા બગલી, જલમુરઘી, કાબરો કલકલીયો, નાની મુરઘાબી, સફેદ પુંછટીટોળી, મચ્છગરૂડ, ઉલટીચાચ, પીતસીરપીરકીયો, કુંજ, સારસ, લુહાર, નકટો, પાનપટ્ટાઇ, દરીયાઇ બગલો અને કરકરો સહિત વિવિધ જાતના પક્ષીઓ જોવા મળ્યા હતા.

ગણતરી વખતે મળેલાં વિદેશી પક્ષીઓ

ગણતરી વખતે જિલ્લામાંથી પાણીના મળેલા વિદેશી પક્ષીઓમાં બે વાયર ટેલેડસ્પેલો, આઠ ઇન્ડિયન સ્પેલો, ૬૮ વાઇટ વેગટેલ, યુઆઇ વેકટેલ, એક સ્પોરેડ સેન્ડપીયર, આઠ સેન્ડગ્રોસ, ત્રણ ઇઝાબેલીફ શ્રેયીલ અને ૩૨ ડક મળી કુલ ૩૪૨ જેટલા વિદેશી પક્ષીઓ મળ્યા હતા.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.