શિક્ષણ, પોષણ, વીજળીકરણ, ડેરીમાં મિલ્ક બલ્કકુલરની વ્યવસ્થા, પાણી પુરવઠા, ગામડાંમાં ગટર, રસ્તા, રોજગારલક્ષી અને જાહેર સુવિધાનાં વિકાસલક્ષી કામો હાથ ધરાશે
વિસ્તારના વિકાસની સાથે લોકોનું જીવનધોરણ ઊંચુ આવે તે માટે રાજ્ય સરકારના પ્રયાસો
૩૦ વિકાસશીલ તાલુકા અનુદાન યોજના અંતર્ગત આયોજન વિભાગ દ્વારા બંને તાલુકાને બે-બે કરોડ રૂપિયાની ફાળવણી
પાટણ જિલ્લાના સમી અને સાંતલપુર તાલુકાના લોકો પછાતપણામાંથી બહાર આવી વિકાસની હરણફાળ ભરી શકે તે માટે રાજ્યના આયોજન વિભાગ દ્વારા R ચાર કરોડ મંજૂર કરાયા છે. જેમાં બે કરોડ સમી અને બે કરોડ સાંતલપુર તાલુકાને મળશે. જેમાં શિક્ષણ, પોષણ, રોજગારલક્ષી, પાણી પુરવઠા, ડેરી ઉદ્યોગ, ભૂગર્ભજળ સંરક્ષણ, વીજળીકરણ સહિતનાં વિકાસનાં કામો થશે.
વિઢયારના સમી અને ચોરાડના સાંતલપુર પંથક ર૧મી સદી અને ટેક્નોલોજીના યુગમાં પણ પછાતપણામાં ધરબાયેલા છે. આ વિસ્તારમાં રોજગારલક્ષી કોઇ જ વ્યવસ્થા નથી. લોકોમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. સમી અને સાંતલપુર પછાત તાલુકાઓ વિકાસની હરણફાળ ભરે, વિસ્તારના લોકોનું જીવનધોરણ ઊંGચુ આવે, કાયમ માટે પછાતપણુ દૂર થઇ જાય તે માટે સરકાર છેલ્લા પાંચ વર્ષથી બંને તાલુકા ધબકતા કરવા પ્રયાસો કરી રહી છે.
તેના ભાગરૂપે ૩૦ વિકાસશીલ તાલુકા અનુદાન યોજના અંતર્ગત વર્ષ ર૦૧૧-૧૨ માટે તાજેતરમાં આયોજન વિભાગ દ્વારા સમી તાલુકાને બે કરોડ અને સાંતલપુર તાલુકાને બે કરોડ મળી કુલ R ચાર કરોડ મંજૂર કર્યા છે.
આવનારા સમયમાં બંને તાલુકામાં ગ્રાન્ટમાંથી લોકો માટે શિક્ષણ,પોષણ, વીજળીકરણ, ડેરીમાં બલ્ક મિલ્ક કુલરની વ્યવસ્થા, પાણી પુરવઠા, ગામડાંઓમાં ગટર, રસ્તા, રોજગારલક્ષી અને જાહેર સુવિધાના વિકાસનાં કામો થશે. આ કામો કરવા માટે જિલ્લા આયોજન તંત્ર દ્વારા તમામ વિભાગના જિલ્લા સ્તરના અધિકારીઓ પાસેથી બે તાલુકા માટે દરખાસ્તો મંગાવાશે અને તે દરખાસ્તોનું સંકલન કરીને રાજ્યસ્તરે મંજૂરી માટે મોકલાશે.