બિહાર અને ઉત્તરાખંડના શખ્સો અનધિકૃત રીતે રહેતાં હતા
સરહદી વિસ્તારના પ્રતિબંધિત સાંતલપુર પંથકમાં પરવાનગી વગર રહેતાં બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના પાંચ શખ્સોને પાટણ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પકડી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવીહતી.
ભારત-પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદે આવેલા સાંતલપુર પંથકમાં પરપ્રાંતિય વ્યક્તિને સક્ષમ અધિકારીની પરવાનગી વગર રહેવાનો કેન્દ્રસરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તેમ છતાં બામરોલી અને નેશનલ હાઇવે પર આવેલી ઓરેમા હોટલ પર પરવાનગી વગર ગેરકાયદે રીતે પરપ્રાંતિય શખ્સો રહેતાં હોવાની પાટણ એસઓજી પોલીસને જાણ થતાં પીએસઆઇ એચ.એમ.ગઢવીએ સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી. જેમાં બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા.
વારાહી અને સાંતલપુર પોલીસ મથકે બિહારના મહંમદ વકીલ મહંમદ અબીલશેખ, મહંમદ આરીફ મહંમદનીસાર શેખ, મહમદ મુર્તુજા મહમદ મોકીમ અને મહંમદ સમસાદ મોહંમદ ઇબ્રાહીમ શેખ તેમજ ઉત્તરાખંડ રાજ્યના મહંમદ સાકીર જાહીદહુસેન અન્સારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.