બનાસકાંઠાના પાટનગર હિંમતનગરમાં આવેલા બસ સ્ટેશનની કેન્ટીનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેમાં મોટાભાગની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
આગ કેવી રીતે આગ એ હજુ સુધી જાણી શકાયું નથી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ત્યાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં. આગને બુઝાવવા માટે તાત્કાલિક રીતે ફાયર ફાઈટરને બોલવવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર સંચાલિત બસ સ્ટેશનમાં પરવાના હેઠળ કેન્ટીન ચલાવવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. પરવાનાદાર નિયત સમયગાળા દરમિયાન ત્યાં પ્રવાસીઓને વ્યાજબી ભાવે આહાર અને પીણાં વેચાતા હોય છે.