DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
પિતાને ગુટખા ખાતાં જોઇ વ્યસની બનેલો કિશોર કેન્સરનો શિકાર
Bhaskar News, Mehsana
| Aug 08, 2012, 01:37AM IST

મહેસાણામાં કંઇક આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતા તથા અન્ય વ્યક્તિઓને ગુટખા સહિત તમાકુનું વ્યસન કરતા નીરવ (નામ બદલેલ છે) નાનપણથી જોતો હતો. વડીલોનું અનુકરણ કરતાં નીરવ આજે અનાયાસે મોતના મુખમાં આવી પડયો છે. શરૂઆતમાં મીઠી સોપારી અને બાદમાં તમાકુવાળી સોપારી ખાવાની ટેવથી નીરવ પ્રાથમિક કેન્સરથી પીડાઇ રહ્યો છે.
રમવા, કૂદવાની અને બૂમો પાડવાની કુમળી ઉંમરે એ પોતાનું મોં પણ પુરી રીતે ખોલી શકતો નથી. પોતાના બાળકને આ દશામાં જોઇ એના પિતાએ ગુટખાનું સેવન બંધ કરી દીધું છે. પરંતુ પોતાના કુળદીપકને અજાણતાં આ દશામાં મુકવામાં જવાબદાર માની પોતાની જાતને અંદરથી કોશી રહ્યા છે. ગુટખાનું દર્દ આજે એમના બાળકમાં જોઇ એમની રાતોની ઉંઘ ઉડી ગઇ છે.
ગુટખાથી મોંઢાના કેન્સર વધુ : ડો.નિરવ ત્રિવેદી
શહેરના ડો.નિરવ ત્રિવેદી જણાવે છે કે, સમગ્ર વિશ્વમાં ભારત, પાકિસ્તાન સહિતના એશિયાઇ દેશોમાં મોંઢાના કેન્સરના દર્દીઓ વધુ છે. ગુજરાતમાં પણ ગુટખા, તમાકુના સેવનથી મોંઢાના કેન્સરના કેસોનું પ્રમાણ ઘણું વધુ છે. સોપારી સાથે તમાકુને ખાવાથી કે મોંઢામાં ભરી રાખવાથી જીભ, ગાલ તથા જડબાના કેન્સર થાય છે. સીતાબેન પણ તમાકુ ભરી રાખતા હતા. જેમના ડાબા જડબામાં કેન્સર થતાં ૧૪ કલાક ઓપરેશન કરવું પડયું હતું.
ગુટોના ગુટને ખેદાન મેદાન કરી જાય છે ગુટખા
''ગુટખા-તમાકુ વ્યાપક નુક્સાન પહોંચાડનારી છે. ગુટોના ગુટને ખાઇ જાય, ખેદાન મેદાન ખતમ કરી જાય એ ગુટખા. ઉગતા યુવાનો ઝેર રૂપ ગુટખાના રવાડે ચઢવાથી કેન્સર જેવા જીવલેણ રોગના ભોગ બની રહ્યાં છે. આજની યુવા પેઢી આવતી કાલે દેશની સુકાન સંભાળનારી છે તે જીવલેણ વ્યસનથી ખોખલી બનતી જાય છે. વાલીઓ, સમાજના કેળવણીકારો, શિક્ષણકારોએ જાગવાની જરૂર છે. ગુટખા બંધીના આ મહા અભિયાનના પડઘા ગુજરાત સહિત સારા દેશમાં પડવા જોઇએ.’’ - સૂરિમંત્ર પ્રભાવક જૈનાચાર્ય પૂ. પૂર્ણચંદ્રસૂરિશ્વરજી મહારાજ
ચાલશે તમારી મરજી
તમારી ચાર લાઇન કેન્સરના દૈત્યથી તમને આઝાદ કરાવશે. કેન્સરના દૈત્ય પર પ્રતિબંધ લગાવવા માટે આ સરનામે તમે પોસ્ટકાર્ડ લખો અને લખાવો. : નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, બ્લોક નં. ૧, પાંચમો માળ, નવું સચિવાલય, ગાંધીનગર - ૩૮૨૦૧૦, (ફેક્સ) ૦૭૯ - ૨૩૨૨૨૧૦૧






