Advertisement
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana >> Fajal Teachers Not Go In Primary School

ફાજલ પડેલા શિક્ષકોને હવે પ્રાથમિકમાં નહીં આવવુ પડે

Bhaskar News, Mehsana | Aug 30, 2012, 05:38AM IST
 
 

નવા વર્ગ વધારાની દરખાસ્ત કરાતાં ફાજલ શિક્ષકોનો હાઇસ્કૂલોમાં સમાવેશ થશે: ધો.૮ને પ્રા. શાળામાં લઇ જવાતાં ૪૫૮ શિક્ષકો ફાજલ થયા હતા

જિલ્લાની વિવિધ હાઇસ્કૂલોમાં ધો.૮ના વર્ગો બંધ થતાં ફાજલ થયેલા શિક્ષકોને હવે એક પગથિયું નીચે ઉતરવું નહીં પડે.હાઇસ્કૂલમાં ઉપલા વર્ગોમાં નવિન વર્ગ શરૂ કરવાની દરખાસ્ત કરાતાં ફાજલ શિક્ષકોને પ્રાથમિક શાળાઓમાં નહીં આવવું પડે.

ફાજલ શિક્ષકોની સંખ્યાની સામે પુરતા પ્રમાણમાં વર્ગ વધારવાની દરખાસ્ત થઇ હોવાથી તેમજ ચાલુ શૈક્ષણિક સત્રના અંતે નિવૃત્ત થતા શિક્ષકોને પગલે ફાજલ શિક્ષકોનો હાઇસ્કૂલોમાં જ સમાવેશ થઇ જશે. જિલ્લામાં ફાજલ શિક્ષકોની સામે ખાલી જગ્યાઓ ઓછી હોવાથી હવે અમારૂ શુંથશે આ મુદ્દે ફાજલ શિક્ષકો િદ્વધામાં મુકાયા હતા.

જોકે શિક્ષણ કચેરી દ્વારા કેમ્પ કરી કાર્યવાહી હાથ ધરતાં ત્રીજા ભાગના શિક્ષકો પોતાની કે અન્ય શાળાઓમાં ગોઠવાયા હતા. જ્યારે બાકી રહેલા ૨૦૬ જેટલા શિક્ષકોને હાલ પુરતા એમની શાળામાં જ રખાયા હતા. પરંતુ હવે વર્ગ વધારાની મંજુરી મળતાં એમને સમાવવા પ્રક્રિયા કરાશે.


૪૫૮ શિક્ષકો ફાજલ કેમ થયા

રાઇટ ટુ એજ્યુકેશન સંદર્ભે મફત અને ફરજીયાત શિક્ષણ આપવાના હેતુસર ધો.૮ને પ્રાથમિક શાળામાં સમાવી લેવાયું છે. જેને પગલે જિલ્લામાં વિવિધ હાઇસ્કૂલોમાં ચાલતા ધો.૮ના વર્ગો બંધ થતાં ૪૫૮ જેટલા શિક્ષકો ફાજલ થયા હતા.

૨૦૬ ફાજલ શિક્ષકો કતારમાં

જિલ્લાની હાઇસ્કૂલોમાં ખાલી રહેલી જગ્યાઓ પર ફાજલ શિક્ષકોને સમાવવા માટે શિક્ષણ કચેરી દ્વારા કાર્યવાહી ગત મહિને કરાઇ હતી. જેમાં વિષય મુજબ તથા કલાર્કની ખાલી જગ્યાઓ પર ફાજલ શિક્ષકોને સમાવાયા હતા. જેમાં ૪૫૮ પૈકી ૨૫૨ જેટલા શિક્ષકોને સમાવાતાં ૨૦૬ જેટલા શિક્ષકો બાકી રહ્યા છે. જે હાલમાં એમની શાળામાં જ ફરજ બજાવી રહ્યા છે.

શિક્ષકોને બહાર જવું નહી પડે !

જિલ્લા શિક્ષણાધિકારી એ.કે.રાઠોડ જણાવે છે કે, હાઇસ્કૂલોમાં નવા વર્ગો શરૂ કરવા માટે આવેલી દરખાસ્ત જોતાં તેમજ આગામી સમયમાં નિવૃત્ત થનાર શિક્ષકોને ધ્યાને લેતાં ફાજલ થયેલા શિક્ષકોને પ્રાથમિક શાળાઓમાં જવાની સ્થિતિ નહીં આવે. વર્ગ વધારાની મંજુરી આવી ગયા બાદ બાકી રહેલા ફાજલ શિક્ષકોને સમાવવાની કાર્યવાહી સત્વરે કરાશે.

૧૪૦ વર્ગ વધારાની દરખાસ્ત

જુન ૨૦૧૨થી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રથી ધો.૯થી ૧૨માં ૧૪૦ જેટલા નવિન વર્ગ શરૂ કરવા માટે જિલ્લામાંથી દરખાસ્તો કરાઇ છે. જેમાં ધો.૯ના ૨૪, ધો.૧૦ના ૨૪, ધો.૧૧ના ૭૯ તથા ધો.૧૨ના ૯ વર્ગ શરૂ કરવા માટે વિવિધ હાઇસ્કૂલના સંચાલકો દ્વારા શિક્ષણ કચેરીને દરખાસ્ત મોકલાઇ છે.
 
 
 

Your Opinion
 
 
Code:
1 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment