મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા તિરૂપતિ બંગ્લોઝના એક મકાનમાં તથા સ્વામિનારાયણ સોસાયટીના એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરી રહેલા તસ્કરોને પડોશીઓ જાગી જતાં ચોરી કર્યા પૂવeે જ નાસી જવું પડ્યું હતું.
મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા તિરૂપતિ બંગ્લોઝના બી-૨૩ નંબરના મકાનમાં રહેતા અને બીએસએનએલમાં નોકરી કરતા રમેશભાઈ કે. પટેલ દિવાળીના પવe નિમિત્તે પરિવાર સાથે પોતાના વતન ઊંઝા તાલુકાના સુરપુરા ગામે ગયા હતા. તિરૂપતિ બંગ્લોઝના તેમના બંધ મકાનને શનિવારે મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડયા બાદ અંદરની બાજુએ લગાવેલા ઈન્ટરલોકને કારણે દરવાજો ન ખૂલતાં એન્ગલ અને કપડાં ધોવાનો ધોકો ભરાવી દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરોઢિયે પોણા ચારેક વાગ્યે તેમની સામેના મકાનમાં રહેતા મેહુલભાઈ પટેલ જાગી જતાં તસ્કરોએ નાસી જવું પડ્યું હતું અને રમેશભાઈના ઘરમાં ચોરી થતાં અટકી હતી.
ત્યાર બાદ તસ્કરોએ નજીકની સ્વામિનારાયણ સોસાયટીમાં આવેલા બાબુભાઈ ચૌધરીના બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં પણ તેઓએ દરવાજાનો નકૂચો તોડયો ત્યારે થયેલા અવાજથી પડોશીઓ જાગી જતાં તસ્કરો નાસી છૂટયા હતા. પડોશીઓની સજાગતાએ તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ બનાવતાં બે મકાનોમાં ચોરી થતી અટકી હતી.