વિજાપુર તાલુકાના ટીટોદણ ગામના પાટિયા નજીક કન્ટેનરે ફોર્ડગાડીને ટક્કર મારતાં ઊંઝાના બે યુવાનનાં મોત : નાની દાઉ પાસે સિદ્ધપુરના બાઈકચાલકનું મોત : ખેરાલુમાં ટેમ્પા સાથે અથડાઇ ટ્રેકટરચાલકે ઇટર્નોને ટક્કર મારતાં એકનું મોત
વીતેલા ૨૪ કલાકમાં યમરાજાએ ઉત્તર ગુજરાતમાં ધામા નાખ્યા હોય તેમ પ્રાણઘાતક માર્ગ અકસ્માતની પાંચ ઘટના બની હતી. જેમાં આઠ લોકોએ જાન ગુમાવ્યા હતા. વિજાપુર તાલુકાના ટીટોદણ ગામના પાટિયા નજીક શુક્રવારે રાત્રિના સમયે કન્ટેનર ટ્રકના ચાલકે સામેથી આવતી આઈકોન ફા‹ર્ડ ગાડીને ટક્કર મારતાં ગાડીમાં બેઠેલા બે યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. અકસ્માત અંગે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
રાજસ્થાનના બાડમેર જિલ્લા વતની અને ઊંઝામાં રહેતા જુજારામ શંભુભાઈ જાટ (૨૧) અને રમેશકુમાર લીખબારામ જાટ તેમની આઈકોન ફોર્ડ ગાડી લઈને ઊંઝાથી હિંમતનગર મશીનની ફેકટરીમાં કામ કરવા માટે શુક્રવારે રાત્રિના સમયે નીકળ્યા હતા. જેઓ વિજાપુર તાલુકાના ટીટોદણ પાટિયા પાસે આવી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી કન્ટેનર નંબર આર.જે. ૦૬ જી.બી. ૦૩૮૧ના ચાલકે આઈકોન ફોર્ડ ગાડીને ધડાકાભેર અથડાતાં તે રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને તેમાં બેઠેલા રમેશકુમાર લીખળારામ જાટ અને જુજારામ શંભુભાઈ જાટનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેમની લાશનું વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાયું હતું.
આ અકસ્માત અંગેની ઊંઝાની પ્રેમદીપ ફેકટરીમાં રહેતા રાળારામ વનારામ જાટે વસાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.