Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Patan
 

પાટણમાં કોલ્ડ વેવ ‘હળવો’, ચમકારો ચાલુ

 
Source: Bhaskar News, Patan   |   Last Updated 1:57 AM [IST](11/02/2012)
 
 
 
 
Advertisement
 
જિલ્લામાં આઠથી દશ ડિગ્રી તાપમાનનો અનુભવ : વિસનગરમાં ઠંડીથી ઠુંઠવાઇ જતાં એકનું મોત

પાટણ શહેર તેમજ જિલ્લામાં ઠંડીના ચમકારામાં શુક્રવારે થોડી ઘણી રાહત દિવસ દરમિયાન મળી હતી. પરંતુ સાંજ ઢળતાં જ હવામાનમાં ઠંડક પ્રસરવા લાગતાં ગરમ વસ્ત્રો લપેટવા પડ્યા હતા. શુક્રવારે આઠથી દશ ડિગ્રી આસપાસ ચમકારો રહ્યો હતો.જ્યારે ઠંડીથી ઠુંઠવાઇ જતાં વિસનગરમાં અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું હતું.

શુક્રવારે શહેર-જિલ્લાના રહીશો તેમજ પશુપક્ષી, પ્રાણીઓને ત્રણ દિવસની કાતિલ ઠંડીના ચમકારામાં થોડીક રાહત મળી હતી. છેલ્લા ત્રણ દિવસમાં પથી ૬ ડિગ્રી તાપમાન અનુભવાયું હતુું. જેના કારણે આમઆદમીની હાલત કફોડી બની જવા પામી હતી. સૂર્યના તાપમાં પણ વાતાવરણ બરફીલું રહ્યું હતું. પાટણ શહેર ઉપરાંત સિદ્ધપુર, હારિજ, રાધનપુર, સાંતલપુર, વારાહી, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં ઠંડીની તીવ્ર અસર થઇ હતી. જેના લીધે જનજીવન અસરગ્રસ્ત થયું હતું.

શુક્રવારે દશ ડિગ્રી આસપાસ તાપમાન હોવાના નિર્દેશો મળ્યા હતા. જોકે, ઠંડક જોતાં આઠ ડિગ્રી આસપાસનો અહેસાસ થયો હતો. રાધનપુર-સાંતલપુર રણકાંઠાના ક્ષેત્રોમાં જોકે, તેના કરતાં પણ વધારે ઠંડી હોવાથી ત્યાં વધારે અસરો લોકોના વ્યવહારો પર જોવા મળી હતી. જ્યારે વિસનગરમાં પટ્ટણી દરવાજા નજીક આવેલ મહાકાલેશ્વર મહાદેવ નજીક ગુરુવારે રાત્રે કાતિલ ઠંડીથી ઠુંઠવાઇ જતાં એકનું અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું હતું.

જગતનો તાત ચિચિંત

સમગ્ર જિલ્લામાં જીરૂ, એરંડા, કપાસ સહિતના ખેતી પાકોને લઇ ખેડૂત આલમમાં સંકટના વાદળો જોવા મળ્યા હતા. ઠંડી ચાલુ રહેવાથી ખેતી પાકોની હાલત વધારે બગડી હતી તેવું ખેડૂત આલમે જણાવ્યું હતુું. જોકે, ત્રણેક દિવસ પછી નુકસાન અંગે નિર્દેશ મળી શકે તેમ ખેતીવાડીના સૂત્રોએ જણાવ્યું હતું તેમ છતાં વ્યાપક નુકસાન થયાની સ્થિતિ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.