DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
મુખ્યમંત્રી પાટણમાં અછતની સમીક્ષા કરશે
Bhaskar News, Patan
| Aug 09, 2012, 01:13AM IST
ઓછા વરસાદને કારણે જિલ્લામાં પાણી, પશુ, ઘાસચારો સહિતની સ્થિતિનો રિવ્યૂ લેવા આગામી શુક્રવારે મુખ્યમંત્રી પાટણની મુલાકાત લઇ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, આ પહેલા ગુરુવારે પાટણમાં અછતની સ્થિતિ અંગે પ્રભારી સચિવ સમીક્ષા બેઠક કરશે.
અછતની સ્થિતિ અને કામગીરીનો રિવ્યૂ લેવા મુખ્યમંત્રી આવી રહ્યાનો મેસેજ મળતાં જ જિલ્લા સેવા સદન અને ડિઝાસ્ટર સેલમાં વિવિધ વિભાગના ડેટા કલેક્શનની તૈયારીઓને લઇને બુધવારે કવાયત તેજ બની હતી. કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં મુખ્યમંત્રી અછતની સ્થિતિ અંગે રિવ્યૂ બેઠક અધિકારીઓ સાથે કરનાર છે. જેમાં શુક્રવારે બપોરે ૧-૪પ વાગ્યાના અરસામાં મોદી અત્રેની કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના તમામ અધિકારીઓની બેઠક લેશે. અછતની સ્થિતિ સંદર્ભે બુધવારે વિવિધ કામગીરીને લઇને તાલુકાથી જિલ્લા સ્તર સુધી સંકલન કામગીરીમાં અધિકારીઓ, કર્મચારીઓ વ્યસ્ત રહ્યા હતા.
ડિઝાસ્ટર સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રભારી સચિવ રાજીવ ગુપ્તા ગુરુવારે બપોરે ૩ વાગ્યે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં અછતની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેમાં જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં પીવાના પાણી, ઢોર અને ઘાસચારા સહિતની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ શુક્રવારને આઠમના તહેવારનાદિવસે જ મુખ્યમંત્રી અછતની સ્થિતિ અંગે જિલ્લાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક અર્થે મુલાકાત લેનાર છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઓચિંતી મુલાકાત લઇને તંત્ર આયોજનમાં વ્યસ્ત બન્યું છે.
રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવે તેવી સંભાવના
પાટણના રોકાણમાં મુખ્યમંત્રી અધિકારીઓ સાથેની બેઠકમાં હાજરી આપનાર છે. કોઇ પદાધિકારીઓ સાથે બેઠક કરવાના નથી. કદાચ સરકીટ હાઉસ અને હેલિપેડ ખાતે પદાધિકારીઓ સાથે મુલાકાત થઇ શકશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિના માહોલ અંગેની ચર્ચા થવાની સંભાવના પણ સૂત્રોએ વ્યકત કરી હતી.






