શંખેશ્વરની યાત્રાએ આવેલા પ્રધાન રાજેશ મૂણતે વિકાસ કામો નિહાળ્યાં
સોલાર પ્લાન્ટનુંનિરીક્ષણ કર્યું
છત્તીસગઢના પરિવહન, આવાસ, પર્યાવરણ શહેરી વિકાસ મંત્રી રાજેશ મૂણત ગુરુવારે રાત્રે જૈનતીર્થ શંખેશ્વર ખાતે યાત્રાપ્રવાસ સંઘ લઇને દર્શનાર્થે આવ્યા હતા. તેઓએ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી ભાસ્કરભાઇ ઠાકરને સાથે રાખી શંખેશ્વર સહિત ગામડાંની મુલાકાત લઇ વિકાસનું અવલોકન કર્યું હતું. તેમણે ભદ્રાડા ખાતેના સોલાર પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું.
ભાજપના અગ્રણીઓ દ્વારા મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસે આવેલા રાજેશ મૂણતે સરકાર દ્વારા થઇ રહેલા ગ્રામ વિકાસના કામોની મુલાકાત લઇ સરાહના કરી હતી તેમજ છત્તીસગઢ ભાજપની સરકાર દ્વારા થઇ રહેલ કામોની માહિતી આપી હતી.
સમી તાલુકામાં ભદ્રાડામાં સોલાર પેનલ દ્વારા મોટાપાયે વીજળી ઉત્પાદન અંગે લેન્કો ઇન્ફ્રાટેકના આસિસ્ટન્ટ મેનેજર મહેશ વ્યાસે માહિતી આપી હતી અને પ્લાન્ટનું નિરીક્ષણ કરાવ્યું હતું. ખેડૂત વર્ગની મુલાકાતમાં ભાજપ અને બ્રહ્મ સમાજના અગ્રણી ભાસ્કર ઠાકરે આવનારા સમયમાં ઉભી થનાર જમીન અને પાણીની અછતના સંદર્ભમાં ઓછા પાણીથી થતી ખેતી કરવા તેમજ રાસાયણિક ખાતર, દવાઓના ઉપયોગ અટકાવી સજીવ ખેતી જમીનની ફળદ્રુપતા વધારી વધુ ઉત્પાદન મેળવવા હિમાયત કરી હતી.
કેબિનેટ મંત્રીને જૈન દેરાસરમાં પૂજા દર્શન કર્યા બાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ ભાજપના આગેવાનો પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ભરતભાઇ રાજગોર, સમી તાલુકા પંચાયત પ્રમુખ ભરત આર્ય, ડેલગિેટ બળદેવભાઇ જોષી, મહેશભાઇ વ્યાસ, અનિલભાઇ, અશોક દવે, મુકેશ દવે, ડૉ. હાલાણી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.