Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana
 

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ગોઠવાશે

 
Source: Bhaskar News, Mehsana   |   Last Updated 2:56 AM [IST](04/02/2012)
 
 
 
 
 
- અવારનવાર સ્ટાફ પર થતા હુમલા તેમજ શંકાસ્પદ ગતિવિધિઓને અટકાવવા નિર્ણય
- ટ્રોમા સેન્ટર, સિવિલના મુખ્ય દરવાજા સહિતની છ જગ્યાઓ પર કેમેરા જાસૂસી કરશે


મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ગોઠવવા કવાયત શરૂ કરાઇ છે. સિવિલમાં તબીબો પર થતા હુમલા, શંકાસ્પદ હિલચાલ સહિતની ગતિવિધિઓ પર વોચ રાખવા છ કલોઝ સિર્કટ કેમેરા ગોઠવવામાં આવશે. નોધનીય છે કે,અગાઉ આ હોસ્પિટલમાં તબીબો તેમજ નર્સો પર હુમલાના બનાવ બની ચૂક્યા છે, આવી ઘટના ખાળવાના આશયથી સીસી કેમેરા મુકવાનો નિર્ણય લેવાયો છે.

સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર ફરજ પરના તબીબો તેમજ નર્સો પર થતા હુમલાની સાથે કેટલીક વખત મારામારી સહિતના બનાવોમાં એકત્રીત થતા બંને પક્ષના લોકો વચ્ચે થતી અથડામણની ઘટના અટકાવવા સિવિલ સત્તાવાળાઓ દ્વારા સીસી કેમેરા મુકવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લાની એક માત્ર વિશાળ હોસ્પિટલમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર વોચ રાખતા આ કેમેરાઓમાં દશથી વધારે દિવસના શૂટિંગનું રેકોર્ડિંગ રાખી શકાય તેવું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં હોસ્પિટલના મુખ્ય ગેટ, ટ્રોમા સેન્ટર સહિતની મહત્વની છ જગ્યાઓ પર સીસી કેમેરા ગોઠવવામાં આવશે અને તેઓ દિવસભરની ગતિવિધિઓનું રેકોર્ડીગ કરશે. નોંધનીય છે કે, અગાઉ તબીબ પર થયેલા હુમલા બાદ દાખલ થયેલી ફરિયાદને પગલે હુમલો થયો તેના પુરવા એકત્રીત કરવા મુશ્કેલ બન્યા હતા તે સંજોગોમાં હવે પછી આવી ઘટનાનો ચિતાર આ કેમેરાઓમાં કેદ થશે.

આ અંગે મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ગાંધીએ જણાવ્યું હતું કે, અહીં અઘટીત ઘટનાની સાથે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલને નાથવા ટુંક સમયમાં હોસ્પિટલને કલોઝ સર્કીટ ટેલીવિઝન સાથે જોડી દેવાશે. અહીં ગોઠવવામાં આવનારા સીસી કેમેરાને આધારે અહીં થતા હુમલા સમયે કોનો વાંક હતો તે બાબતને જાણી શકાશે અને તેનો પુરાવા પણ ઉભો કરી શકાશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.