ચાણસ્મા શહેરના ત્રણેક શખ્સોએ તાલુકા પંચાયત પાસે પ્રેમલગ્નના મામલામાં અદાવત રાખી શહેરના જ એક વ્યક્તિની એક તોલા સોનાની ચેઇન અને R પ૦૦૦ની રોકડ રકમની લૂંટ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ચાણસ્માના વતની અને હાલ બહુચરાજી તાલુકાના રણેલા ગામે રહેતાં દિલીપકુમાર ડાહ્યાભાઇ પરમારે ચાણસ્માના જ દિલીપકુમાર કુન્દનભાઇ પરમારની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ તે બાબત દિલીપ કુન્દનભાઇ પરમારને મંજૂર ન હતી.
જેથી તેની અદાવત રાખીને ત્રણેક શખ્સોએ દિલીપકુમાર ડાહ્યાભાઇ પરમાર અને અનિલભાઇ ડાહ્યાભાઇ પરમાર પર ચાણસ્મા તાલુકા પંચાયત નજીક એકાએક હુમલો કરીને અનિલભાઇના ગળામાં પહેરેલી એક તોલા સોનાની ચેન R ર૦ હજાર અને તેમના ખિસ્સામાંથી રોકડ R પ૦૦૦ની લુંટ કરી હતી. જેથી આ અંગે ભોગ બનનારે ચાણસ્મા પોલીસ મથકે દિલીપ કુન્દનભાઇ પરમાર, હિતેશ કુન્દનભાઇ પરમાર અને દેથળી ગામના રાજનભાઇ અમરતભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.