મહેસાણા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનો ગુરુવારે વડનગરથી શુભારંભ કરાયો હતો, જેમાં ૪૮૦૦ લાભાર્થીઓને ૨૬ કરોડની સહાયનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યના સંસદીય સચિવ સુંદરસિંહ ચૌહાણ, રાજ્યસભાના સભ્ય નટુજી ઠાકોર, જિલ્લા કલેક્ટર આર.કે. બેનીવાલ, અધિક કલેક્ટર આર.કે. પટેલ, જળસંચય સમિતિના ચેરમેન અંબાલાલ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જયંતિલાલ પટેલ, ધારાસભ્ય નારાયણભાઇ પટેલ, ભરતસિંહ ડાભી, ઋષિકેશભાઇ પટેલ, કાન્તિભાઇ પટેલ તેમજ ઠાકોર વિકાસ નિગમના ચેરમેન પુંજાજી ઠાકોર, ઝવેરભાઇ ચાવડા અને વસંતભાઇ રાવલ સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તેમજ જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંસદીય સચિવ સુંદરસિંહ ચૌહાણે પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રથમ ચરણમાં ૫૦ અને બીજા ચરણમાં ૩૦૦ જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજાઇ ગયા છે, જ્યારે ત્રીજા ચરણના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે. તેમણે સરકારે કરેલ વિવિધ કામોની સિદ્ધિઓ વર્ણવી હતી. આ પ્રસંગે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.