બહુચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જેતપુર ગામના વતની અને પીઢ કાર્યકર બલવંતસંગ ગુલાબસંગ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી છે. તેમની આ વરણી સાથે છેલ્લા ઘણા પ્રમુખપદના નામને લઇને ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં કોંગ્રેસપક્ષના સંગઠનની જવાબદારી પ્રદેશ સમિતિ દ્વારા જેતપુર ગામના વતની બલવંતસંગ ગુલાબસંગ ઠાકોરની વરણી કરવામાં આવી છે. બલવંતસંગ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને પક્ષમાં સક્રિય રીતે વર્ષોથી સંકળાયેલા છે. તેમની આ વરણીથી તાલુકાના કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી છે.
નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના તમામ તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખના નામ એક મહિના અગાઉ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ બહુચરાજી તાલુકામાં એક કરતાં વધારે દાવેદારો હોઇ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. અને પ્રદેશ કક્ષાએ વિચાર-વિમર્સ બાદ બલવંતસંગ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.