આંધ્રપ્રદેશના યુવાનનું પરિવાર સાથે મિલન કરાવતાં કાનપુરના ગ્રામજનો છ માસથી ઘેરથી નીકળી ગયેલો યુવાન ઈડરના કાનપુરમાં આવી ગયો હતો
ઇડર તાલુકાના કાનપુરના ગ્રામજનો દ્વારા આંધ્રપ્રદેશના વિજયવાડાના રહેવાસી અને છ માસથી ઘેરથી નીકળી ગયેલા યુવાનનો તેના પિતા અને પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.
કાનપુર ગામમાં છેલ્લા ત્રણ દિવસથી એક અજાણ્યો યુવાન આવ્યો હતો. આ વાતની જાણ કાનપુર ગામના યુવાનોને થતાં તેની પાસે થઇ તેને પૂછતાં તે યુવાન રડી પડયો હતો અને જણાવ્યુ હતું કે તે આંધ્રપ્રદેશના વિજયવાડાના રહેવાસી છે અને તે હવે પોતાના પરિવાર પાસે જવા માગે છે. એટલે તમો જો મને એક ફોન કરી આપો તો સારૂ.
આ સાંભળી ચિરાગભાઇ પટેલે મોબાઇલ દ્વારા શ્રીરામ બાબુરી સાથે વાત કરાવી વાતચીત કરતાં જણાવ્યું હતું કે તમો તમારા ગામમાં બે-ત્રણ દિવસ રોકી રાખો અમો તેને લેવા આવીએ છીએ તે ગુમ થયેલો છે. અમો તેને શોધી રહ્યા છીએ. એટલે ચિરાગભાઇએ તેમના મિત્રોને વાત કરી અને મનીષભાઇ રેવાભાઇ પટેલ, અમૃતભાઇ નાથાભાઇ પટેલ, દિપકભાઇ માંગજીભાઇ પટેલને પોતાના કૂવા ઉપર એકએક દિવસ રાખી ચિરાગભાઇ અને તેમના મિત્રો અશોકભાઇ, ભીખાભાઇ, પ્રકાશભાઇ, મહેશભાઇ, ડાહ્યાભાઇ વગેરેએ મળી આ યુવાનને ગુરૂવારની સવારે વિજયવાડાથી યુવાનના પિતા સુરી બાબુરી કાનપુર આવી પહોંચતા કાનપુરના ગ્રામજનોએ તેમના પુત્રનો મિલાપ કરાવ્યો હતો.છ માસથી સામાજીક કારણસર બોલાચાલી થતાં ગુસ્સામાં ઘર છોડી નીકળી ગયો હતો. તેના વિયોગમાં તેની માતા બિમાર પડી છે. તેને અમોએ શોધવાના પ્રયત્ન કર્યા હતા. છેવટે ભગવાનને પ્રાર્થના કરી કે અમારા પુત્રનું રક્ષણ કરજે.
યુવાને જણાવ્યું હતું કે તે ટ્રેન દ્વારા ગુજરાતમાં આવ્યો ત્યારબાદ પૈસા ન હોવાના કારણે ચાલતો એક ગામથી બીજા ગામે જતો હતો. ભાઇને ફોન ઉપર વાત કરી એટલે મારા પિતા મને લેવા આવ્યા છે મારી ભૂલ હતી. આમ પિતા-પુત્રનું કાનપુરના ગ્રામજનોએ મિલન કરાવતાં પરિવાર આનંદની લાગણી છવાઇ હતી.