Advertisement
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana >> Bahuchar Maiya As Statue After 5200 Years

૫૨૦૦ વર્ષ બાદ માઇભક્તોએ પ્રથમ વખત કર્યા બહુચર મૈયાના દર્શન

1 of 15 Photos
શંખલપુરમાં બહુચર માતાજીના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ધર્મોલ્લાસભેર થયેલો પ્રારંભ
૩૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો
 
શંખલપુર ગામવાસીઓ છેલ્લા બે મહિનાથી જેની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા તે બહુચર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ગુરુવારના મંગલ પ્રભાતે સૂર્યદેવના સોનેરી કિરણોની સાક્ષીએ મંગલમય પ્રારંભ થયો. આખા ગામમાં ઉમંગ અને ઉલ્લાસનો માહોલ હતો. ઘેર-ઘેર લીલુડાં તોરણ બંધાયાં હતાં. અબાલવૃદ્ધ સૌ કોઇના મનમાં મા બહુચરના પોંખણાં કરવાના અવસરે પધારતા શ્રદ્ધાળુઓને સત્કારવાનો થનગનાટ હતો. આખું ગામ માના ધામમાં એકત્ર થઇ કળશધારી બાળાઓ અને બેન્ડની શૂરાવલિ તેમજ ફટાકડાની આતશબાજી વચ્ચે અતિથિ સત્કાર કરવા ઉત્સુક હતું.
 
સવારે ૯-૩૦ કલાકે મહોત્સવના પ્રવેશદ્વાર પાસે ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલ, નિરમાના ચેરમેન ડૉ. કરશનભાઇ પટેલ સહિતના મહાનુભાવોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું. ત્યાંથી ખુલ્લી જીપમાં સામૈયા સાથે નીજમંદિરે પધારતાં પૂજારી કેતનભાઇ દવે સહિતના ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરાવી. 
 
સૌએ માનાં આશીર્વાદ લીધાં. ત્યાંથી જ્યાં પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો છે તે યજ્ઞ મંડપના અથર્વવેદ પ્રવેશદ્વારે રિબિન કાપીને યજ્ઞ મંડપમાં યજમાનોને પ્રવેશ કરાવ્યો. દિવસ દરમિયાન માઇમંદિર ભકતોના ધસારાને કારણે જીવંત બની રહ્યું. મા બહુચરનાં દર્શન કરી એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા.
 
તસ્વીરો  - હર્ષ મહેતા
 
વધારે વાંચવા માટે તસ્વીરો બદલતાં રહો...

Your Opinion
 
 
Code:
7 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment