Advertisement
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana >> 5200 Year Reputation Festival: 108 Sacred Matter 'bahucara To Maha Abhishek

૫૨૦૦ વર્ષે પ્રતિષ્ઠા મહોત્સવ: ૧૦૮ પવિત્ર દ્રવ્યોથી ‘બહુચર’નો મહાઅભિષેક

1 of 13 Photos

શંખલપુરમાં ધર્મોત્સવના ત્રીજા દિવસે ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાલા ત્રિપુરી સુંદરીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર દિવસભર ગૂંજતા રહ્યા
રાજ્યભરમાંથી દર્શન માટે ઊમટી પડેલા માઇભકતો


મહેસાણા જિલ્લાના શંખલપુર ગામે ૫૨૦૦ વર્ષ પછી યોજાયેલા બહુચર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શનિવારે ત્રીજા દિવસે પણ અસ્ખલિત વહેતાં ઝરણાંની જેમ ભકતોનો પ્રવાહ માઇ મંદિરે દર્શન કરવા દોડતો જોવા મળ્યો. કોઇ કચ્છના આધોઇથી આવ્યું હતું, તો કોઇ સૌરાષ્ટ્રના માંડપર, અવધ, જીવાપરથી. અમદાવાદ, સુરત, વડોદરા અને છેક મુંબઇના શ્રદ્ધાળુઓ પણ ખરા. સમગ્ર ચુંવાળ પંથક અને ઉત્તર ગુજરાતના ગામેગામથી મા બહુચરના પાવન દર્શનની હૈયે આશ લઇને હજારો ભકતો સવારથી જ માના ધામમાં પહોંચવા લાગ્યા. બપોર પછી તો હૈયે હૈયું ચંપાય તેવી ભીડ જામી. માનું વિશાળ મંદિર પણ શ્રદ્ધાના ઘૂઘવતા માનવ સમૂહથી નાનું પડવા લાગ્યું. માનાં દર્શન કરતા જાય અને ‘બોલ માડી બહુચર, જય જય બહુચર...’નો જયઘોષ પોકારતા જાય. દિવસભર માનો જયઘોષ ગૂંજતો રહ્યો. પ્રાથમિક અંદાજ મુજબ શનિવારે ચાર લાખથી વધુ માઇભકતોએ દર્શનનો લ્હાવો લીધો. તો પ્રતિષ્ઠા યજ્ઞમાં ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે અભિમંત્રિત ૧૦૮ દ્રવ્યો વડે બહુચર માતાજી સહિત પરિવાર દેવોનો અભિષેક કરાયો.

વધુ અહેવાલ આગળની સ્લાઈડમાં વાંચો અને તસવીરોમાં માતાજીના મહેરામણના કરો દર્શન...


Your Opinion
 
 
Code:
9 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment