‘લેરિજિઅલ ટ્રેમર’ (કંઠીય ધ્રુજારી) નામની તોતડાપણા માટેની સારવાર શોધી કાઢવાની આશા રાખનારા અમેરિકાના સંશોધનકર્તાએ હિન્દુસ્તાની ગાયકી ખાસ કરીને ઉત્તરભારતની પરંપરાગત ગાયન કળા અને પુક્કીની, મોઝાર્ટ અને વાગનેર જેવી કલાસિકલ ગાયનકળા વચ્ચે હવે સરખામણી કરી રહ્યા છે.
યુનિવર્સિટી ઓફ મિસ્સોરીની સ્કૂલ ઓફ હેલ્થ કોમ્યૂનિકેશન ખાતેના કોમ્યૂનિકેશન સાયન્સ અને ડિસઓર્ડરના પ્રોફેસર નંદુ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે હિન્દુસ્તાની અને ક્લાસિકલ ગાયકીની પદ્ધતિ ખૂબ અલગ છે.
તેમણે જણાવ્યું હતું કે હિન્દુસ્તાની ગાયકીમાં ગાયક(પર્ફોમન્સ) ધ્વનિ નિયમન સાથે સૂરને બંધ બેસાડવા માટે ‘તાન’નો ઉપયોગ કરે છે. જ્યારે કલાસિકલ ગાયક સૂર સાથે તંતુવાધ્યનો ઉપયોગ કરે છે. આ જાણકારી સાથે અમે ‘લેરિજિઅલ ટ્રેમર’ની સારવાર માટે વિશેષ થેરાપી વિકસાવવા કદાચ સક્ષમ બની શકીશું.
એક નિવેદનમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે રાધાકૃષ્ણન એ પ્રથમ સંશોધનકર્તા છે જેણે સાઇકોલોજી ઓફ હિન્દુસ્તાની સિંગિંગનો અભ્યાસ કર્યો છે.
શું છે મ્યુઝિક થેરાપી?
મ્યુઝિક થેરાપી એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો વ્યવસાય અને વૈજ્ઞાનિક સંશોધનનું પણ એક ક્ષેત્ર છે. જેમાં ક્લિનીકલ થેરાપીની પ્રક્રિયા અને બાયોમ્યુઝિકોલોજી વચ્ચેના સહસંબંધનો, મ્યુઝિકલ અકોસ્ટિક્સ, મ્યુઝિક થીયરી, સાઈકોઅકોસ્ટિક્સ અને કમ્પેરેટિવ મ્યુઝિકોલોજીનો અભ્યાસ કરે છે.
સામાન્ય શબ્દોમા કહીએ તો, આ એક પ્રક્રિયા છે જેમાં તાલીમ પામેલ સંગીત થેરાપીસ્ટ સંગીતના તમામ પાસાઓનો -જેમ કે શારીરિક, લાગણી, માનસિક, સામાજીક, શૃંગાર અને આધ્યાત્મિકતાનો ઉપયોગ કરીને દર્દીને તેનુ સ્વાસ્થ્ય જાળવવા માટે મદદ કરે છે.