Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana
 

૩-જી મોબાઇલ સેવા સપ્તાહ ઢુકડી

 
Source: Bhaskar News, Mehsana   |   Last Updated 3:43 AM [IST](13/08/2010)
 
 
 
 
 
આગામી સપ્તાહમાં મહેસાણા, કડી, ઊંઝા, વિસનગર તથા કલોલમાં પ્રાથમિક તબક્કે ૩જી સેવા શરૂ : મોબાઇલધારકો તથા ઇન્ટરનેટ યુઝર્સ સુપર સ્પીડનો અનુભવ કરશે

મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં યુઝર્સ ઓછી સ્પીડને લીધે ક્યારેક ત્રસ્ત બની જતા હોય છે. જોકે હવે એમની પરેશાની ઘણે અંશે દુર થવાનો સમય નજીક આવ્યો છે. આગામી સપ્તાહમાં બી.એસ.એન.એલ દ્વારા પ્રાથમિક તબક્કે મહેસાણા, કડી, કલોલ, ઊંઝા તથા મહેસાણામાં આ સેવા શરૂ કરાશે.

ભારતીય સંચાર નિગમ લિમીટેડ (બી.એસ.એન.એલ) હાલના હાઇટેક યુગની ઝડપી સેવા ગ્રાહકોને આપવા જઇ રહી છે. મહેસાણા જિલ્લામાં હાલમાં કાર્યરત ૨જી સેવામાં એક કદમ આગળ વધી બી.એસ.એન.એલ દ્વારા ૩જી સેવાનો પ્રારંભ કરાશે. જેનાથી મોબાઇલ ધારકો અને ઇન્ટરનેટ યુઝર્સ ઝડપી ઇન્ટરનેટ સર્ફીંગ કરી શકશે. સાથોસાથ વિડીયો કોન્ફરન્સ, મોબાઇલ ટીવી સહિતની વિવિધ સેવાઓનો આનંદ પણ લઇ શકશે.

કચેરી સુત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં આગામી સપ્તાહથી આ સેવા શરૂ થશે. જોકે પ્રાથમિક તબક્કે મહેસાણા, કડી, કલોલ, ઊંઝા તથા વિસનગરમાં આ સેવા કાર્યરત કરાશે ત્યાર બાદ જિલ્લાના અન્ય નગરો અને ગ્રામ્ય વિસ્તારને આવરી લેવાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉત્તર ગુજરાતમાં ૩જી સેવા શરૂ કરવામાં મહેસાણા એસ.એસ.એ આગળ રહ્યું છે.


જૂના મોબાઇલ સસ્તા થવાની શક્યતા
જિલ્લામાં મહેસાણા સહિત વિવિધ શહેરોમાં ૩જી સેવા શરૂ થવા જઇ રહી છે ત્યારે મોબાઇલ વિક્રેતાએ આ અંગે જણાવ્યું હતું કે, ૩જીને પગલે મોબાઇલ સેવામાં એક પ્રકારની ક્રાંતિ આવશે. વિડીયો કોલ, મોબાઇલ ટીવી સહિતની વિવિધ સેવાને પગલે મોબાઇલધારકો આકર્ષિત થશે. પરંતુ નવા મોડલોમાં જ આ સેવા સપોર્ટ કરતી હોવાથી જુના મોબાઇલના ભાવમાં ધરખમ ઘટાડો થાય તો નવાઇ નહીં.


૩જી સેવાની વિશેષતાઓ...

ઇન્ટરનેટ સર્ફિંગ તથા ડાટાનું આદાનપ્રદાન ઝડપી કરી શકાશે.
બફરિંગ વિના લાઇવ વિડીયો જોઇ શકાશે.
મોબાઇલમાં કે કોમ્યુટરમાં ઇન્ટરનેટની સાથે ટીવીની મજા લઇ શકાશે.
વિડીયો કોલ તથા વિડીયો કોન્ફરન્સ કરી શકાશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.