Divya Bhaskar
UTTAR GUJARAT
Home » Uttar Gujarat » Mehsana District » Vijapur » આજથી મા દુગૉની ઉપાસના-ઉપવાસ અને ગરબા દ્વારા નવરાત્રી ઉજવણીનો આરંભ

આજથી મા દુગૉની ઉપાસના-ઉપવાસ અને ગરબા દ્વારા નવરાત્રી ઉજવણીનો આરંભ

ભાસ્કર ન્યૂઝ. હિઁમ | Oct 16, 2012, 04:00AM IST
જિલ્લામાં ગરબા-ખેલૈયાઓ સજી-ધજી સજજ:નવ દિવસ સુધી રોશનીના જગમગાટ અને ગરબાની ધૂનથી વાતાવરણ ભકિતમય બનશે

ભાસ્કર ન્યૂઝ. હિઁમતનગર

આજથી જિલ્લામાં મા આધ્યશકિત દુગૉની ઉપાસના-ઉપવાસ અને ગરબા મહોત્સવથી નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થશે. જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ગરબા-ખેલૈયાઓ અને આયોજકો સહિત લોકોમાં નવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. હિઁમતનગર, વજિયનગર, ઇડર શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે અંતિમ ચરણની તૈયારીઓ થઇ ચૂકી છે. તે સાથે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવલી નોરતાના પર્વની શરૂઆત થશે.

હિઁમતનગર શહેરના મહાવીરનગર, મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ, શારદાકુંજ, છાપરીયા વિસ્તાર, કચ્છી સોસાયટી, બગીચા વિસ્તાર, ખાડીયા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં માઇ મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણીની અંતિમ ચરણોની તૈયારીઓ થઇ ચૂકી છે.

ગાંભોઇ : ગાંભોઇ-રાયગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગામના ચોરા, મહોલ્લામાં માતાજીની માંડવીને વિધ્યતુ રોશની અને ધજા-પતાકા શણગારવામાં આવેલ છે. જુના માંડવી ચોકમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારના બેરણા, ચાંપલાનાર, ખેડ, હાથરોલ, આગીયોલ, સઢા, ઢંુઢર, સુરજપુરા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ભકિતસભર વાતાવરણ વચ્ચે ઉત્સાહભેર ઉજવાઇ રહ્યો છે.

પોશીના: ખેડબ્રહ્ના તાલુકાના પોશીના, લાંબડીયા, ખેરોજ, દેલવાડા અને કોટડા-ગઢી તેમજ વનવાસી ક્ષેત્રના ગામોમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવા માટે આયોજકો દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ પોશીનાના અંબિકા મંદિર ચોક, પ્રજાપતિ હોળી ચોક, પોલીસ લાઇન માતાજી મંદિર, ખેરોજના ચાચર ચોક, લાંબડીયાના અંબિકા મંદિર ચોક, દેલવાડા માતાજી ચોક તેમજ કોટડા-ગઢીના નવરાત્રી ચોક ખાતેની માંડવીઓ અને મંદિરને રંગરોગાન તેમજ લાઇટિંગ રોશની કરી શણગારવામાં આવી રહી છે. અને કેટલાક આયોજકો દ્વારા ખેલૈયાઓને લ્હાણી વિતરણ કરવાની વ્યવસ્થામાં લાગી ગયા છે.તેમજ વનવાસી ક્ષેત્રના કેટલાક ગામમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે વનવાસી કાર્યકરોમાં ભારે ઉત્સાહથી તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે.

વજિયનગર: વજિયનગર તાલુકામાં ૧૦૦ થી વધુ સ્થાનો પર નવલા નોરતાની ઉજવણી કરવામાં આવે છે. વજિયનગર માઇ મંડળના પ્રમુખ મદનસિંહજી સિસોદીયા, મંત્રી મહેન્દ્રસિંહ, રામનગર માઇ મંડળના મંત્રી બી.યુ.પુરાણી, ભરતભાઇ સુથાર, ગોકુલ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ વજિયનગર ગામ તથા તાલુકાના ૧૦૦ થી વધુ સ્થાનો પર નવરાત્રીનું આયોજન થયુ છે.

જાદર :ઇડર તાલુકાના જાદર પંથકના ચડાસણા, દાવડ, લાલપુર, ડંુગરી, દરામલી સહિતના ગામોના માઇ મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ થઇ ચૂકી છે. કેટલાક માઇ ભકતો નવરાત્રીના નવ દિવસ દરમિયાન પૂજા, પાઠ, મંત્ર અનુષ્ઠાન, હોમ હવન, ઉપવાસ કરી મા જગદંબાની આરાધના કરે છે. જ્યારે બીજી બાજુ આ વિસ્તારના યુવાન-યુવતીઓ નિતનવા ટ્રેડીશનલ પોશાકો સાથે ગરબે ઘૂમવાની તૈયારીઓ કરી ચૂકયા છે.

મોડાસાનો અરવલ્લી નવરાત્રી મહોત્સવ વેબસાઈટ પર લાઈવ

ભાસ્કર ન્યૂઝ.મોડાસા આજથી નવલા નોરતાંનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મોડાસાનો નવરાત્રી મહોત્સવ દુનિયાભરમાં લોકો વેબસાઈટ પર લાઈવ જોઈ શકે તે માટે અરવલ્લી મહોત્સવ દ્વારા વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઈટની મદદથી દુુનિયાના કોઈપણ ખુણામાં બેઠેલ વ્યક્તિ એક િકલકથી શહેરમાં યોજાતા ગરબાને લાઈવ જોઈ શકશે. આ અંગે વિગતો આપતા અરવલ્લી નવરાત્રી મહોત્સવના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમવાર વેબસાઈટના માધ્યમથી દુનિયામાં કોઈપણ વ્યક્તિ આ મહોત્સવના ગરબા લાઈવ નહિાળી શકશે. આ વિસ્તારમાં પ્રથમવાર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. દેશ અને દુનિયાના વિવિધ વિસ્તારોમાં રહેતા મોડાસાવાસીઓ માત્ર એક કલીક કરી ઘર આંગણાના ગરબા નહિાળી શકશે. બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. મેદાનમાં કોઈ આલ્કોહોલનું સેવન કરીને ન આવે તે માટે બ્રેથએનાલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
3 + 2

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment