મામલતદાર દ્વારા ટ્રક સહિત રૂ.૪.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો
દાંતીવાડા નજીક શનિવારે શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલા એક ટ્રકને મામલતદારે થોભાવી હતી. જેની તપાસી લેતાં બિનહિસાબી મગફળીનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ટ્રક સહિત કુલ રૂ.૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દાંતીવાડાપંથકમાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્તથતી વિગતો મુજબ દાંતીવાડા મામલતદાર બીપીન ગુપ્તાએ મગફળીનો જથ્થો ભરીને જઇ રહેલી ટ્રકનં.જીજે.૮.રપ૯૫ ને રોકાવી હતી. અને તપાસ કરતાં મગફળીના આધાર પુરાવા મળી આવ્યા ન હતા.
આથી ટ્રકની ચકાસણી કરતા તેમાંથી રૂ.ર,૪૦, ૩૬૨ની ર૦૫ બોરી વજન ૭૧૭૫ કિ.ગ્રા.બિનહીસાબી મગફળીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મગફળી રાજસ્થાનના વાકડીયા વડગામથી પાલનપુર ગંજબજારમાં લઇ જવાતો હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે મામલતદારે R ૪,૯૦,૩૬૩ નો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. જેની પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.