બાયડમાં ગુરુવારના રોજ વીજકરંટને લઇ ૧૨ પક્ષીઓના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. દુર્લભ પ્રજાતી ગણાતા એવા ઘુવડનુ પણ મોત થતા જીવદયા પ્રેમીઓ નિરાશ થઇ ગયા હતા.
બાયડ ગામ વિસ્તારમાં વાલ્મીકી વાસ નજીક એક સાથે ૧૨ પક્ષીઓના મૃતદેહના ઢગલા ખડકાતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ વિસ્તારમાં વીજ કરંટને લઇ ૧૨ જેટલા પક્ષીઓ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓ નિરાશ થઇ ગયા છે. ૧૧ કાગડા તથા એક ઘુવડનો સમાવેશ થાય છે.