Home >> Trending on Web >> Rajesh Khanna Trending On Twitter
નરેન્દ્ર મોદીએ આપી સુપરસ્ટાર રાજેશ ખન્નાને શ્રદ્ધાંજલિ
divyabhaskar.com
| Jul 18, 2012, 15:37PM IST

બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના ઉર્ફે કાકાનું બુધવારે મુંબઈ સ્થિત તેમનાં ઘરે નિધન થયું હતું. રાજેશ ખન્નાના નિધનના સમાચાર વાયુવેગે દેશભરમાં ફેલાઇ ગયા અને બોલીવુડ કલાકારો તથા રાજકારણીઓ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી. ટ્વિટર પર પણ RIP Rajesh Khanna, Babu Moshai, Kati Patang, Amar Prem ટ્રેન્ડિંગ કરી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજેશ ખન્નાને શ્રદ્ધાંજલિ પાઠવતા ટ્વિટ કર્યુ કે રાજેશ ખન્નાએ ભારતીય લોકોના હ્રદયમાં વિશેષ અને અવિસ્મરણીય સ્થાન બનાવ્યું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
રાજેશ ખન્નાને ટ્વિટર પર અપાઇ રહેલી શ્રદ્ધાંજલિની એક ઝલક
Prabhjot Bhatti@BhattiPrabhjot: જિંદગી કા સફર, હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં.
Aam Aadmi @RNB_Indian: આજ તો પતંગ એસી કટી કે પતંગ કે સાથ ઉડાનેવાલા ઔર આસમાન દોનો ચલે ગયે!! RIP Rajesh Khanna Kati Patang
Giri @epigiri: મૌત આની હૈ, આયેગી એક દિન. જાન જાની હૈ, જાયેગી એક દિન. એસી બાતો સે ક્યા ઘબરાના, યહાં કલ ક્યા હો કિસને જાના?
Samuel Averill: અરે ઓ બાબુ મોશાય હમ તો રંગમંચ કી કઠપુતલિયા હૈ, જિનકી ડોર ઉસ ઉપર વાલે કે હાથો મેં હૈ. કબ કૌન કહાં ઉઠેગા યે કોઇ નહીં જાનતા.







