આજના ટેક્નોલોજીના યુગમાં ઇન્ટરનેટની દુનિયા સતત વધતી જઈ રહી છે. આ વિશાળ દુનિયામાં હવે લગભગ મોટાભાગના લાકો કોઈને-કોઈ રીતે ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે.
જૂદા-જૂદા કારણો માટે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પછી તે ઈમેલ માટે હોય, ચેટિંગ માટે હોય કે પછી ફેસબુક, ટ્વિટર અને ગૂગલપ્લસ જેવી સોશિયલ વેબસાઇટના ઉપયોગ માટે હોય. પણ આ બધાની વચ્ચે ફેસબુક જેવી સોશિયલ વેબસાઇટ દરેક વર્ગના લોકોમાં ધૂમ મચાવી રહી છે.
દુનિયાની સૌથી મોટી સોશિઅલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના યુઝર્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે.90 કરોડથી પણ વધારે યુઝર્સ ધરાવતી આ સાઈટ, દુનિયાના કેટલાય દેશોમાં ,સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતમાં પણ ફેસબુક સાથે કરોડો યૂઝર્સ જોડાયેલા છે.
અહીં લોકો એકબીજા સાથે વાતચીત ઉપરાંત પોતાના વિચારોનું આદાન-પ્રદાન પણ કરે છે. તેની સાથે જોડાયેલા લોકોને દેશ-દુનિયામાં શું બની રહ્યું છે, તેની જાણકારી બીજી જ ક્ષણે મળી જાય છે. આ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર આવીને કેટલીક વખત તમને તમારા પ્રશ્નોના જવાબ પણ મળી જાય છે. ફેસબુક ઉપર લોકોને સૌથી વધારે મજા રમૂજી તસવીરોને લાઈક, ટેગ, શેર અને કમેન્ટ કરવામાં આવે છે. આ ટ્રેન્ડ ખાસ કરીને યંગસ્ટર્સમાં વધારે જોવા મળે છે.