Home >> Trending on Web >> Narendra Modi Has More Than 6 Lakhs Followers On T
નરેન્દ્ર મોદી બન્યાં 'સોશિયલ મીડિયાના કિંગ'
Agency
| May 02, 2012, 12:47PM IST

-બે મહિનાથી ઓછા સમયમાં મોદીના 1 લાખ ફોલોઅર્સ વધ્યા
ફરી એક વખત સાબિત થઈ ગયુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજકારણીઓ વચ્ચે 'સોશિયલ મીડિયાના કિંગ' છે. ગુજરાતના 52માં સ્થાપના દિવસના પ્રસંગે મોદીએ વધુ એક સિદ્ધી હાંસલ કરી છે અને તેઓના ટ્વિટર પર 6 લાખ ફોલોઅર્સ બની ગયા છે.
ટ્વિટરની હોડમાં 4 માર્ચના રોજ મોદીના પાંચ લાખ ફોલોઅર્સ હતાં. એટલે કે બે મહિથી પણ ઓછા સમયમાં મોદીને ફોલો કરનારાઓની સંખ્યામાં 1 લાખથી વધુનો ઉમેરો થયો છે. આ પાછળનું કારણ એ છે કે મોદી દેશ સહિત વિદેશમાં પણ ખૂબ ચર્ચામાં રહ્યાં છે.
તાજેતરમાં પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિને નરેન્દ્ર મોદીને કવર પેજ પર પ્રકાશિત કર્યા હતાં. ખાસ વાત એ છે કે મોદી ભારતના એક માત્ર મુખ્યમંત્રી તથા ભાજપના પ્રથમ નેતા છે જેમને ટાઈમ પત્રિકાએ કવર પર પ્રકાશિત કર્યા.
આ સિવાય નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદ યુવા સપ્તાહ, 600 મેગાવોટ સોલર પાવર સ્ટેશનો શુભારંભ, સોલર કેનાલ પ્રોજેક્ટ, અમદાવાદમાં પ્રથમ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ધાટનને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યાં.
તેથી સતત લોકો મોદીના સંપર્કમાં રહેવા માટે સાયબર વર્લ્ડ એટલે કે ઈન્ટરનેટ પર પણ મોદી સાથે જોડાઈ રહ્યાં છે. બીજી ખાસ વાત એ છે કે મોદી પણ પોતાના ફોલોઅર્સને ફોલો કરે છે અને તેમની પ્રતિક્રિયાનો જવાબ આપે છે.







