વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ચોકલેટી ખેલાડીનો ઉલ્લેખ કરવામાં આવે તો સૌથી પહેલું નામ આવે છે ઝહિર ખાનનું.
સફળતાના આકાશને આંબવા છતાં ઝહિર ખાન પર ક્યારેય સફળતાનો નશો છવાયો નથી. એક ક્રિકેટર પાછળ હજારો છોકરીઓ પાગલ હોય છે પરંતુ ઝહિર છેલ્લા 7 વર્ષથી એક જ છોકરી પર ફીદા છે. તથા આ વર્ષની અંદર તો તે લગ્ન બંધનમાં પણ બંધાઈ જશે.
ઝહિર ખાનને તેના સાથી ખેલાડીઓ કરતા વધારે વફાદાર કહીશું તો તેમાં કંઈ ખોટું નહીં હોય. તેનું નામ આજ સુધી ફક્ત એક જ અભિનેત્રી સાથે જોડાયું છે. તે છે ઈશા સરવાની.
ઝહિર અને ઈશાની મુલાકાત વર્ષ 2005માં થઈ હતી. બન્ને વચ્ચે વાતચીતનો સંબંધ ઝડપથી જ પ્યારમાં પરીણમ્યો હતો. વર્ષ 2007માં બન્ને અલગ થઈ ગયા પરંતુ 2010માં બન્ને ફરીથી એકબીજાની નજીક આવી ગયા હતા.
ઝહિરની ખાસ વાત તો એ છે કે તેનું બ્રેક ઈશા સાથે થયા બાદ પણ તે અન્ય કોઈ છોકરી સાથે નહોતો જોડાયો કે ના તો એવી કોઈ અફવા પણ ઉડી છે. આ વાત બન્ને વચ્ચેના પ્રેમના ઊંડાણને દેખાડે છે કે તેઓ અલગ હોવા છતાં એક બીજા પ્રત્યે વફાદાર રહ્યા છે.
એવા સમચાર આવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ ઝહિર અને ઈશા જલદીથી લગ્ન કરી લેશે.