Advertisement
Home >> Sports >> Cricket >> Latest News >> Yuvraj Singh Come Back As India Choose Field First

T20 Live: ટોસ જીતી ભારત બોલિંગમાં, સેહવાગ આઉટ

divyabhaskar.com | Sep 11, 2012, 18:39PM IST
 
 


- બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 1 રને હરાવ્યું
- ન્યૂઝીલેન્ડે 1-0થી શ્રેણી જીત, પ્રથમ મેચ વરસાદે ધોઈ હતી
- મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ મેક્કુલમના 91 રન
- વિરાટ કોહલીના 70 રન અને ઈરફાન પઠાણની 3 વિકેટ
- યુવરાજ સિંહે લોકોના દિલ જીત્યા


મેન ઓફ ધ મેચ અને સીરિઝ બ્રેન્ડન મેક્કુલની 91 રનની શાનદાર ઈનિંગ્સ બાદ બોલરોની ચુસ્ત બોલિંગની મદદથી ચેન્નાઈ ખાતે અંતિમ બોલ સુધી રોમાંચક બનેલી બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 1 રને પરાજય આપ્યો. જેના કારણે વિરાટ કોહલીની આક્રમક અડધી સદી અને ઈરફાન પઠાણની મજબૂત બોલિંગ બેકાર ગઈ હતી. 

અંતિમ બોલે 1 રને મેચ જીતવાની સાથે જ ન્યૂઝીલેન્ડે બે ટી20 મેચની શ્રેણીને 1-0થી જીતી લીધી છે. શ્રેણીની વિશાખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટી20 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગમાં મોકલ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 167 રન બનાવ્યા હતા. 168 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને ઓપનર વિરાટ કોહલીએ આક્રમક શરૂઆત અપાવી હતી. બાદમાં સુરેશ રૈના અને યુવરાજ સિંહે પણ આક્રમક બેટિંગ કરી હતી. પરંતુ અંતિમ પાંચ ઓવરમાં કિવિ બોલરોએ વળતો પ્રહાર કરીને ભારતની રન ગતિને ધીમી બનાવી દીધી હતી. જેના કારણે ભારત 20 ઓવરના અંતે 4 વિકેટ 166 રન જ બનાવી શક્યું હતું. જેના કારણે ભારતે 1 રને મેચ ગુમાવવી પડી હતી.

ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. જ્યારે યુવરાજ સિંહે 34 અને સુરેશ રૈનાએ 27 રન બનાવ્યા હતા. સુકાની મહેન્દ્ર સિંહ ધોની 22 અને રોહિત શર્મા 4 રને નોટ-આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કાયલે મિલ્સે અને જેમ્સ ફ્રેન્કલિને 2-2 વિકેટ લીધી હતી.

- ન્યૂઝીલેન્ડની બેટિંગ

આ પહેલા ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઝહિર ખાન અને ઈરફાન પઠાણે બે ઓવરમાં કિવિ ટીમના બન્ને ઓપનરોને આઉટ કરીને સુકાની ધોનીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. પરંતુ બાદમાં બ્રેન્ડન મેક્કુલમે રમેલી આક્રમક ઈનિંગ્સની મદદથી ન્યૂઝીલેન્ડ 20 ઓવરના અંતે 5 વિકેટ 167 રન બનાવવામાં સફળ રહ્યું હતું.

ન્યૂઝીલેન્ડ તરફથી બ્રેન્ડન મેક્કુલમે 91 રન બનાવ્યા હતા. જ્યારે કેન વિલિયમ્સને 28 અને સુકાની રોસ ટેલરે અણનમ 25 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત જેકોબ ઓરમ 18 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી ઈરફાન પઠાણે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે ઝહિર ખાન અને લક્ષ્મીપતિ બાલાજીને 1-1 સફળતા મળી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ :--માર્ટિન ગુપ્ટિલ, રોબ નિકોલ, બ્રેન્ડન મેક્કુલમ, રોસ ટેલર (સુકાની), કેન વિલિયમ્સન, જેકોબ ઓરમ, ડેનિયલ વેટ્ટોરી, જેમ્સ ફ્રેન્કલિન, રોની હિરા, એડમ મિલ્ને, કાયલે મિલ્સ.

ભારતીય ટીમ :--ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, સુરેશ રૈના, યુવરાજ સિંહ, રોહિત શર્મા, મનોજ તિવારી, મહેન્દ્ર સિંહ ધોની (સુકાની), ઈરફાન પઠાણ, રવિચંદ્રન અશ્વિન, ઝહિર ખાન, લક્ષ્મીપતિ બાલાજી.
યુવરાજ સિંહ નથી ઈચ્છતો તેની સાથે ફરીથી આવું થાય
જેને જોઈ હરખાય છે ભારતીયો, તેને જોઈ શરમાય છે ગાંગુલી
ઉન્મુક્તને જોતાં જ લાલચોળ થયા કપિલ, જાહેરમાં ખખડાવ્યો
સવારે 9 વાગ્યે તેંડુલકરે મારી એન્ટ્રી, 4,15,000 લોકો પડ્યા પાછળ
મેચના થોડા સમય પહેલા જ યુવરાજ બન્યો ભાવુક, કર્યું ટ્વિટ



 
 
 

Your Opinion
 
 
Code:
10 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment